Jamnagar
જામનગરની પરિણીતા પાસેથી દહેજની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ
By GS Team
25 Aug 20261 min read
જામનગરમાં કુબેર પાર્ક-1, ધોળકિયા સ્કૂલ પાસે રહેતી પરિણીતાએ પતિ સહિત 3 સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લગ્નજીવન દરમિયાન નાની બાબતોમાં ઝઘડા કરી, શારીરિક-માનસિક ત્રાસ આપી, દહેજ માટે મહેણાં-ટોણાં મારી પૈસાની માંગણી કરાઈ હતી. પોલીસે કુનાલ ગજેરા, રમેશ ગજેરા અને મંજુબેન ગજેરા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 54 તથા દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 હેઠળ ગુનો નોંધ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગરમાં કુબેર પાર્ક-1, ધોળકિયા સ્કૂલ પાસે રહેતી એક પરિણીતાએ પતિ સહિત ત્રણ સાસરિયાઓ સામે દહેજની માંગણી કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદના આધારે પોલીસે કુનાલભાઈ રમેશભાઈ ગજેરા, રમેશભાઈ ખીમજીભાઈ ગજેરા અને મંજુબેન રમેશભાઈ ખીમજીભાઈ ગજેરા સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 85, 54 તથા દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્નજીવન દરમિયાન નાની-નાની બાબતોમાં ઝઘડા કરી પરિણીતાને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ દહેજ બાબતે મહેણાં-ટોણાં મારી દહેજ સ્વરૂપે નાણાંની માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.