- વહેલી સવારે 12.5 ડીગ્રી તાપમાન: વહેલી સવારે ઝાકળમાં રાહત: પ્રતિ કલાકના 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો
જામનગર : જામનગર શહેર અને જિલ્લામાં માત્ર ૨૪ કલાકની રાહત પછી આજે ફરીથી ઠંડીનો પારો ૬.૦ ડિગ્રી નીચે ઊતર્યો છે અને ૧૨.૫ ડિગ્રી તાપમાન નોંધાતાં વાતાવરણમાં ઠંડક પ્રવેશી છે, અને ઠંડી નો નવો રાઉન્ડ શરૂ થયો છે જોકે ભેજમાં મહદ અંશે રાહત છે, અને પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હોવાથી ઠંડીનો ધ્રુજારો પણ અનુભવાયો છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઠંડી ધીમે ધીમે રિટર્ન થઈ રહી હતી અને ઠંડીનો પારો ૧૮.૫ ડિગ્રી સુધી ઉપર ચાલ્યો હોવાથી ગઈ કાલે રાહ જોવા મળી હતી. પરંતુ આજે તેમાં ફરી પરિવર્તન આવ્યું છે, અને ઠંડીનો નવો દોર શરૂ થઈ રહ્યો છે. આજે વહેલી સવારે ઠંડીનો પારો ૧૨.૫ ડીગ્રીએ સ્થિર થયો છે. ઉપરાંત પવન તીવ્રતા પણ વધી છે, અને હજુ આવનારા દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં ૧૨.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૨૮.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩૦ કિમીની ઝડપે રહી હતી.


