જામનગરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા 18મા વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા પરંપરાગત આરોગ્યપ્રદ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાના હેતુથી સતત 18મા વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિક્રમ સંવત 2082 ભાદરવા સુદ ચોથ એટલે કે મહા ગણેશ ચતુર્થીના પાવન દિવસે, સોમવાર તા.15-09-202515:36 07-09-2026ના રોજ આ સ્પર્ધા યોજાશે.
સ્પર્ધાનું આયોજન વેજુમાં હોલ, પવનચક્કી, જામનગર ખાતે કરવામાં આવશે. સ્પર્ધામાં પુરુષો, મહિલાઓ તેમજ 14 વર્ષ સુધીના બાળકો-ગૃહિણીઓને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ સ્થળ પર જ બનાવેલા મોદક રજૂ કરવાના રહેશે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી પરંપરાગત, આરોગ્યપ્રદ અને સાંસ્કૃતિક વાનગીને જાળવી રાખવાની સાથે સમાજમાં એકતા, સહયોગ અને આનંદનું વાતાવરણ ઊભું કરવાનો છે. જામનગર તથા સૌરાષ્ટ્રના બ્રહ્મ સમાજના ભાઈ-બહેનો, સ્પર્ધકો અને મોદકપ્રેમીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેને સફળ બનાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
સ્પર્ધકોએ સવારે 10 વાગ્યા સુધીમાં સ્થળ પર નોંધણી કરાવવાની રહેશે. તેમજ આપવામાં આવેલા નંબર પર પણ સ્પર્ધા અંગેની નોંધણી કરાવી શકાશે.




