Jamnagar
જોડિયામાં દરિયાઈ ભરતીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો : પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી
By GS Team
3 Sep 20261 min read
જામનગરના જોડીયા તાલુકાના રણજીતપર-બાલંભા નજીક ચોગલે કંપની વિસ્તારમાં 31 ઓગસ્ટના રોજ દરિયાઈ ભરતીમાં એક અજાણ્યા પુરુષની લાશ તણાઈ આવી હતી. કંપનીના સુરક્ષા સુપરવાઈઝર દિનેશભાઈ દુબેએ 2 સપ્ટેમ્બરે જોડીયા પોલીસને જાણ કરી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ મૃતકની ઓળખ થઈ નથી.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જોડીયા તાલુકાના રણજીતપર-બાલંભા ગામ નજીક ચોગલે કંપનીના વિસ્તારમાં તા.31 ઓગસ્ટના સાંજના છ વાગ્યા પહેલાંના સમયગાળા દરમિયાન દરિયાઈ ભરતીના કારણે એક અજાણ્યા પુરુષની લાશ તણાઈ આવી હતી. બનાવ અંગે કંપનીના સુરક્ષા સુપરવાઈઝર દીનેશભાઈ રાજમણીભાઈ દુબેએ તા.2 સપ્ટેમ્બરના રોજ જોડીયા પોલીસમાં જાણ કરતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતક પુરુષની ઓળખ હાલ થઈ શકી નથી.