Jamnagar

જામનગરમાં પ્રેમસંબંધ કેળવી 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો વધુ એક ચકચારી કિસ્સો : પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો, આરોપી જેલહવાલે

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં 17 વર્ષની સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે. સિટી 'એ' ડિવિઝન પોલીસે સુભાષ શાક માર્કેટ નજીક રહેતા અરબાજ ફારૂકભાઈ કટારિયા સામે પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી. આરોપીએ તળાવની પાળ સહિતના સ્થળોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેને કોર્ટમાં રજૂ કરાતા જેલહવાલે કરાયો છે. અરબાજ અગાઉ 4 ગુનાઓમાં સંડોવાયેલો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પ્રેમસંબંધ કેળવી 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો વધુ એક ચકચારી કિસ્સો : પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો, આરોપી જેલહવાલે

Jamnagar: જામનગરમાં 17 વર્ષની સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી ચકચાર મચી છે. સગીરાની ફરિયાદના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસે અરબાજ ફારૂકભાઈ કટારિયા (રહે. સુભાષ શાક માર્કેટ) સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરાયા બાદ આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદ મુજબ, શહેરની ભાગોળે આવેલી ઠેબા ચોકડી નજીકની એક સોસાયટીમાં રહેતી સગીરા સાથે આરોપીએ પ્રેમસંબંધ કેળવ્યો હતો. બંને વચ્ચે તળાવની પાળ સહિતના સ્થળોએ અવારનવાર મુલાકાત થતી હતી. આ દરમિયાન આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

ફરિયાદના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી અરબાજ ફારૂકભાઈ કટારિયાને ઝડપી લીધો હતો. તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કરતાં તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

આરોપીની ક્રાઈમ કુંડળી: અગાઉ અન્ય ચાર ગુન્હામાં સંડોવણી

પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ બળજબરીથી પડાવી લેવાના, હુમલા, ધમકી અને ચોરી સહિતના 4 ગુનાઓમાં સિટી ‘સી’ ડિવિઝન તથા સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકના ચોપડે ચાર વખત નોંધાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.