Jamnagar

જામનગરમાં યુવાન વયે હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે વધુ એક 35 વર્ષીય યુવકનું મોત

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં યુવાન વયે હૃદયરોગના હુમલાથી મૃત્યુનો વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે. ગોકુલનગર પાણાખાણ વિસ્તારના 35 વર્ષીય તોતરામ બલ્લુ સરોજને છાતીમાં દુખાવો થતાં સમર્પણ અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. યુવાનોમાં વધતા આવા કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે. પોલીસે કલમ 194 હેઠળ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં યુવાન વયે હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે વધુ એક 35 વર્ષીય યુવકનું મોત

Jamnagar News : જામનગર શહેરમાં યુવાન વયે હૃદયરોગના હુમલા અને હાર્ટ એટેકના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક કરુણ બનાવમાં ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા તોતરામ બલ્લુ સરોજ (ઉ.વ. 35) ને છાતીમાં અચાનક તીવ્ર દુખાવો ઉપડતાં પ્રથમ સારવાર માટે સમર્પણ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
યુવાન વયે હાર્ટ એટેક સહિત હૃદયરોગના હુમલાના બનાવોમાં વધારો થતો હોવાના સંજોગોમાં વધુ એક 35 વર્ષીય યુવકનું અચાનક મૃત્યુ થતાં ચિંતાનો વિષય બન્યો છે.
આ બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે. મૃતક અંગે અજુ બલ્લુ સરોજ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.