Jamnagar

જામનગરમાં પંચશીલનગરમાં વિજ તંત્રનો વીજપોલ જોખમી રીતે નમી પડ્યો, ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના પંચશીલનગર-શંકર ટેકરી વિસ્તારમાં રામાપીર મંદિર નજીક PGVCLનો એક જોખમી વીજપોલ ધરાશાયી થવાની અણી પર હતો. તળિયે તિરાડ પડતા પોલ નમી ગયો હતો, જેનાથી મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો. સ્થાનિક કોર્પોરેટર રાજુ યાદવ અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની તાત્કાલિક જાણને પગલે, વીજ વિભાગે ઝડપી કાર્યવાહી કરી પુરવઠો બંધ કર્યો અને યુદ્ધના ધોરણે નવો પોલ સ્થાપી સંભવિત મોટી જાનહાનિ ટાળી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પંચશીલનગરમાં વિજ તંત્રનો વીજપોલ જોખમી રીતે નમી પડ્યો, ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી

Jamnagar: જામનગર શહેરના પંચશીલનગર-શંકર ટેકરી વિસ્તારમાં રામાપીર મંદિર નજીક પી.જી.વી.સી.એલ.નો વીજપોલ જોખમી રીતે નમી પડતા મોટી દુર્ઘટનાનો ભય સર્જાયો હતો. વીજપોલના તળિયે ગંભીર તિરાડ પડતાં તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં હતો. જોકે સ્થાનિક જનપ્રતિનિધિઓની તાત્કાલિક કાર્યવાહી અને વીજ વિભાગની ઝડપી કામગીરીને કારણે સંભવિત મોટી જાનહાનિ ટળી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ વીજપોલના તળિયે તિરાડ પડતાં તે ભારે વજનના કારણે જોખમી રીતે એક બાજુ નમી ગયો હતો. આ માર્ગ પરથી સતત વાહનો અને રાહદારીઓની અવરજવર રહેતી હોવાથી અકસ્માતની આશંકા ઊભી થઈ હતી.

પરિસ્થિતિની ગંભીરતા સમજી સ્થાનિક રહિશોએ કોર્પોરેટર રાજુ યાદવને જાણ કરી હતી. કોર્પોરેટરે તાત્કાલિક સ્થળ પર પહોંચી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ વિજ કચેરીના અધિકારીઓને જાણ કરતાં વીજ વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી.

વીજ વિભાગના કર્મચારીઓએ સુરક્ષાના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. જોખમી વીજપોલને સુરક્ષિત રીતે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી નવા પોલની સ્થાપના માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ સમયસર થયેલી કાર્યવાહીથી મોટી હોનારત ટળી છે. પંચશીલનગરના રહીશોએ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેટર રાજુ યાદવ અને જી.ઈ.બી.ના અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.