Jamnagar

જામનગર તાલુકાના ખીમરાણા ગામે વૃદ્ધાએ પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના ખીમરાણા ગામે 70 વર્ષીય ગંગાબેન ધારવિયાએ શ્વાસ અને પગના દુખાવાથી કંટાળી આપઘાત કર્યો છે. 23 સપ્ટેમ્બરે સવારે 7 વાગ્યે પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પુત્ર દિનેશભાઈએ જાણ કરતાં પંચ 'એ' પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર તાલુકાના ખીમરાણા ગામે વૃદ્ધાએ પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

Jamnagar: જામનગર તાલુકાના ખીમરાણા ગામે 70 વર્ષીય વૃદ્ધાએ પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પોલીસમાં નોંધ થઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ, ખીમરાણા ગામમાં રહેતા દિનેશભાઈ ભાણજીભાઈ ધારવિયાની માતા ગંગાબેન (ઉ.વ.70)ને છેલ્લા એકાદ વર્ષથી શ્વાસની તકલીફ હતી તેમજ બંને પગના ઘૂંટણમાં લાંબા સમયથી દુખાવો રહેતો હતો. આ તકલીફને કારણે તેઓ પરેશાન રહેતા હતા. દરમિયાન તા.23 સપ્ટેમ્બરના સવારે સાત વાગ્યાના અરસામાં તેમણે પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે તા.26 સપ્ટેમ્બરના રોજ દિનેશભાઈ ધારવિયાએ પંચ ‘એ’ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.