Jamnagar

રાજકોટ-જામનગર હાઇવે રોડ પર ધ્રોળ નજીક પુરપાટ વેગે આવતી કારની હડફેટે એક બુઝુર્ગનું કરુણ મૃત્યુ

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા 69 વર્ષીય હરજીભાઈ વાલજીભાઈ ચૌહાણને પુરપાટ ઝડપે આવતી GJ-07-AR-7914 નંબરની કારે અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારચાલક અકસ્માત સર્જી જામનગર તરફ નાસી છૂટ્યો હતો. ધ્રોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ-જામનગર હાઇવે રોડ પર ધ્રોળ નજીક પુરપાટ વેગે આવતી કારની હડફેટે એક બુઝુર્ગનું કરુણ મૃત્યુ

Jamnagar: ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટિયા નજીક રાજકોટ-જામનગર હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને પુરઝડપે અને બેદરકારીપૂર્વક દોડી આવેલી કારના ચાલકે હડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક વાહન સાથે જામનગર તરફ નાસી છૂટ્યો હતો.

આ અંગે મોડપર ગામે રહેતા જગદીશભાઇ ચનાભાઇ મકવાણાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ પરિવાર સાથે મોડપર ગામે રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે. તેમના સસરાના મોટાભાઇ હરજીભાઇ વાલજીભાઇ ચૌહાણ ઉંમર આશરે ૬૯ વર્ષ, હાલ વડોદરા ખાતે રહેતા હતા અને મૂળ મોટા વાગુદળ ગામના વતની હતા.

બનાવના દિવસે હરજીભાઇ ચૌહાણ મોડપર ખાતે જગદીશભાઇના ઘરે આવ્યા હતા. બીજા દિવસે તેઓ પોતાના સંબંધીઓને મળવા જાયવા ગામે જવા માંગતા હોવાથી જગદીશભાઇએ તેમને કાકાના દીકરા ગૌતમ મકવાણાના મોટરસાઇકલ પર બેસાડી જાયવા ગામે ઉતારવાની વ્યવસ્થા કરી હતી. બંને મોટરસાઇકલ પર અલગ-અલગ નીકળ્યા હતા.

જાયવા ગામના પાટિયા નજીક જેટકોની કચેરી પાછળ આવેલા ઇંટોના ભઠ્ઠા પાસે ગૌતમ મકવાણાએ મોટરસાઇકલ રોડની સાઇડમાં ઊભી રાખી હતી. આ દરમિયાન હરજીભાઇ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે રાજકોટ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવેલી ફોરવ્હીલ કારે તેમને અડફેટે લીધા હતા. કારનો નંબર જીજે-07-એઆર-7914 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

અકસ્મતમાં હરજીભાઇના માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતાં લોહી નીકળ્યું હતું તથા શરીર પર છોલછાલની ઇજાઓ થઇ હતી. રાહદારીઓની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

અકસ્માત બાદ કારચાલક કાર લઇ જામનગર તરફ નાસી છૂટ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અંતિમવિધિ પૂર્ણ થયા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે કારના નંબરના આધારે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.