જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં બે ધર્મના લોકો વચ્ચે વિખવાદ મામલે આજે સમજૂથ દ્વારા આવેદન પાઠવાયું

- ગઈકાલે ભાજપ ના કોર્પોરેટેર અને સ્થાનિકો દ્વારા પાઠવાયલા આવેદન પછી આજે કૉંગ્રેસ અને અન્ય સ્થનિકોએ આવેદનપત્ર પાઠવ્યું
જામનગર, તા.23
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ જુગાર અને નશાકારક પ્રવૃત્તિ તેમજ મહિલાઓની છેડતી સહિતના બનાવ ના અનુંસંધાને ગઈકાલે કેટલાક સ્થાનિક લતાવાસીઓ દ્વારા ભાજપના સ્થાનિક કોર્પોરેટેરની આગેવાનીમાં પોલીસને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેની સામે આજે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટેરની આગેવાનીમાં જિલ્લા પોલીસવડાને ઉદેશીને એક આવેદનપત્ર પાઠવાયું હતું, અને ગઈ કાલે થયેલી રજૂઆત બાબતની કોઈ પ્રવૃત્તિ આ વિસ્તારમાં થતી ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

જામનગરના શંકર ટેકરી વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર અને મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ ઉપરાંત કોર્પોરેટર અલ્તાફ ખફી વગેરેની આગેવાનીમાં હિન્દુ-મુસ્લિમ સમાજના કેટલાક સ્થાનિક આગેવાનો આજે જિલ્લા પોલીસ વડાને ઉદ્દેશીને લખવામાં આવેલું આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી, કે શંકર ટેકરી વિસ્તારમાં હિન્દુ- મુસ્લિમ સમાજના લોકો વર્ષોથી ભાઈચારા અને એકતની ભાવનાથી સાથે રહે છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મરીયમબેન સુમરાના પુત્રના નામ જોગ આક્ષેપ કરીને ગઈકાલે ભાજપના કોર્પોરેટરો દ્વારા ગંભીર આક્ષેપો સાથે રજૂઆતો કરવામાં આવી હતી. જે લોકોને અને તંત્રને ગેરમાર્ગે દોરનારી છે. તેમ જણાવાયું છે.
આ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરો ચૂંટણી જીત્યા હોવાથી આગામી ચૂંટણીમાં મત વિભાજન કરવા માટે આવો ખોટો પ્રચાર કરી રહ્યા છે. અને ગઈકાલે ભાજપના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં કોઈ તથ્ય નથી આથી યોગ્ય તપાસ કરવી જોઈએ. તેવી આ રજૂઆત સાથે માગણી કરવામાં આવી છે.




