જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળાની તૈયારીઓ વચ્ચે યાંત્રિક રાઈડ કમિટીનું ચેકિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાન ખાતે આવતીકાલ તા.1 સપ્ટેમ્બરથી તા.11 સપ્ટેમ્બર સુધી અગિયાર દિવસ માટે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં બાળકો સહિત લોકો માટે 13 મોટી અને સાત નાની યાંત્રિક રાઈડ સહિતની રાઈડ લગાવવામાં આવી છે. મેળાના ત્રણ આયોજકોએ યાંત્રિક રાઈડના સંચાલન માટે જરૂરી લાઇસન્સ મેળવવા પ્રાંત અધિકારીની કચેરીમાં અરજી કરી છે.
દરમિયાન આજે યાંત્રિક રાઈડ કમિટીની ટીમ દ્વારા પ્રદર્શન મેદાન ખાતે પહોંચી મેળામાં લગાવવામાં આવેલી રાઈડનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કમિટી દ્વારા રાઈડની સલામતી, તેની કામગીરી તથા જરૂરી તકેદારી સહિતની બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમોનુસાર લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવશે.
મેળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે અને રાઈડનું ચેકિંગ તેમજ અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલથી શ્રાવણી મેળાનો સંભવિત પ્રારંભ થનાર હોવાનું જાણવા મળે છે.
જોકે, શ્રાવણી મેળાના આયોજનને જામનગરના એક આસામીએ અદાલતમાં પડકાર્યું છે અને આ મામલે આજે અંતિમ સુનાવણી રાખવામાં આવી છે. અદાલતનો ચુકાદો આવ્યા બાદ જ શ્રાવણી મેળાના આયોજન અંગેનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. આમ, એક તરફ રાઈડ કમિટી દ્વારા સલામતીની ચકાસણી અને લાઇસન્સની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અદાલતી નિર્ણય પર પણ મેળાના પ્રારંભ અંગેની સ્થિતિ નિર્ભર રહેશે.




