ભક્તિમય અને વરસાદી માહોલ વચ્ચે "મેડ ઇન ઇંગ્લેન્ડ" રથમાં વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો નીકળ્યો: માંડવી નીચેથી પસાર કરી પરંપરા જાળવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: દેવપોઢી એકાદશીના પાવન અવસરે આજે વરસતા વરસાદ વચ્ચે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક 217મો વરઘોડો ભવ્ય રીતે શહેરના રાજમાર્ગો પર નીકળ્યો હતો. બેન્ડવાજા, ઢોલ-નગારા અને જયઘોષ વચ્ચે નીકળેલા વરઘોડામાં ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
રાજવી પરિવારના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ દ્વારા ભગવાનની વિધિવત પૂજા-અર્ચના કર્યા બાદ વરઘોડાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય આગેવાનો સહિત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વરઘોડાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હાલ માંડવી ઇમારતનું રિસ્ટોરેશન કાર્ય ચાલી રહ્યું હોવા છતાં વર્ષોથી ચાલતી પરંપરા અખંડ રાખવામાં આવી હતી. ભગવાન વિઠ્ઠલનાથજીને પાલખીમાં બિરાજમાન કરીને માંડવી ઇમારતની નીચેથી પસાર કરવામાં આવ્યા હતા અને પરંપરા જાળવવામાં આવી હતી.
વરઘોડો માંડવી સ્થિત વિઠ્ઠલનાથજી મંદિરથી રાવપુરા ટાવર થઈ કીર્તિ મંદિર નજીક આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યો હતો. અહીં ભગવાન શ્રી હરિ અને ભગવાન હરના મિલનનો પાવન પ્રસંગ ઉજવાયો હતો તેમજ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
ત્યારબાદ સાંજે લગભગ 5 વાગ્યે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો ભક્તોના જયઘોષ વચ્ચે માંડવી સ્થિત નિજ મંદિરે પરત ફરશે.









