Jamnagar

જામનગરમાં વાયુસેનાની ‘સહાયતા સેતુ’ કવાયત : વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રીની સંભવિત ઉપસ્થિતિ

By GS Team
14 Nov 20261 min read
TukuTouch Logo
જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 17 થી 19 નવેમ્બર દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા બહુ-રાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત 'સહાયતા સેતુ'નું આયોજન કરાયું છે. આ કવાયતનો મુખ્ય હેતુ ટેકનોલોજીના ઉપયોગથી સામૂહિક તૈયારીઓને મજબૂત બનાવવાનો અને આપત્તિ સમયે સંકલિત પ્રતિભાવ આપવાની ક્ષમતા વિકસાવવાનો છે. વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં વાયુસેનાની ‘સહાયતા સેતુ’ કવાયત : વડાપ્રધાન મોદી અને સંરક્ષણ મંત્રીની સંભવિત ઉપસ્થિતિ

Jamnagar: ભારતીય વાયુસેના દ્વારા જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે તા. 17થી 19 નવેમ્બર દરમિયાન બહુ-રાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત ‘સહાયતા સેતુ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કવાયતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ), ભારતીય સંરક્ષણ દળોના સેવા વડાઓ તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોની સંભવિત ઉપસ્થિતિને લઈને પણ ચર્ચા જાગી છે.

ભારતીય સંરક્ષણ દળો, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (આઈડીએસ) અને હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ કવાયતનું આયોજન ભાગ લેનારી રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશોના સંકલનથી કરવામાં આવ્યું છે. ભારત સરકારના નિર્દેશો અનુસાર ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર આઈડીએસના નેજા હેઠળ સંકલિત માળખામાં આ કવાયત હાથ ધરવામાં આવશે.

આ કવાયતનો મુખ્ય હેતુ ટેકનોલોજીકલ નવીનતાના ઉપયોગથી સામૂહિક તૈયારીઓને વધુ મજબૂત બનાવવાનો, વિવિધ એજન્સીઓ વચ્ચે આંતર-કાર્યક્ષમતા વધારવાનો તેમજ કુદરતી કે અન્ય આપત્તિના સમયે સંકલિત અને અસરકારક પ્રતિભાવ આપવાની ક્ષમતા વિકસાવવાનો છે.

આપત્તિના સમયે માનવજીવન બચાવવા માટે વિવિધ દેશો અને એજન્સીઓ વચ્ચે સમયસર સહાય, પરસ્પર સંકલન અને અવિરત સહયોગ અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. ‘સહાયતા સેતુ’ કવાયત દ્વારા આ દિશામાં સહિયારી કાર્યક્ષમતા વિકસાવવાની સાથે આંતરરાષ્ટ્રીય મિત્રતા, એકતા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.