Jamnagar

જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂ. 9.95 લાખનો દંડ

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ચેક રિટર્ન કેસમાં અદાલતે આરોપી હરેશભાઈ ભટ્ટને દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદ અને રૂ. 9,95,000નો દંડ ફટકાર્યો છે. ફરિયાદી દિનેશભાઈ રાઠોડને ટ્રકના ભાડા પેટે આપેલ ચેક ‘સિગ્નેચર ડિફર’ના કારણે પરત ફર્યો હતો. કોર્ટે ફરિયાદીને વળતર ચૂકવવા અને આરોપી ગેરહાજર રહેતા સજા વોરંટ કાઢવાનો આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદ અને રૂ. 9.95 લાખનો દંડ

Jamnagar: જામનગરમાં ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ. 9,95,000નો દંડ ફટકાર્યો છે. ઉપરાંત ફરિયાદીને રૂ. 9,95,000 વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાની રહેશે.

કેસની હકીકત મુજબ ફરિયાદી દિનેશભાઈ બોધાભાઈ રાઠોડે પોતાની ટ્રક નં. જીજે-10-એક્સ-5372 આરોપી હરેશભાઈ ખીમજીભાઈ ભટ્ટ, રહે. જામનગર,ને માસિક રૂ. 27,000ના ભાડા પેટે આપી હતી. ટ્રકના ભાડા તેમજ ટ્રકની કિંમત પેટે ફરિયાદીએ ઉઘરાણી કરતાં આરોપીએ કુલ રૂ. 9,95,000નો ચેક આપ્યો હતો.

ફરિયાદીએ આ ચેક બેંકમાં જમા કરાવતા તા. 27 મે, 2025ના રોજ ‘સિગ્નેચર ડિફર’ના કારણસર ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કોર્ટ સમક્ષ ફરિયાદી પક્ષે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદી તરફે જામનગરના એડવોકેટ હર્ષિદાબેન રાઠોડ રોકાયેલા હતા. તેમના દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ રજૂ થયેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ અદાલતે આરોપી હરેશભાઈ ખીમજીભાઈ ભટ્ટને દોષિત ઠેરવી ઉપરોક્ત સજા અને વળતરનો હુકમ કર્યો હતો.

કેસની સુનાવણી દરમિયાન આરોપી અદાલતમાં ગેરહાજર હોવાથી અદાલતે જામનગરના પોલીસ અધિક્ષક મારફતે આરોપી સામે સજા વોરંટ કાઢવાનો પણ હુકમ કર્યો છે.