જામનગરના ધ્રોલ પંથકમાં મોટરસાઇકલ સ્લીપ થવાના કારણે પરપ્રાંતિય શ્રમિક યુવાનનો ભોગ લેવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુધાઘુના ગામથી સગાડિયા ગામ તરફ જતા સિંગલ પટ્ટી રોડ પર મોટરસાઇકલ સ્લીપ થઈ જતાં એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના સીદગાવના અને હાલ ધ્રોલ તાલુકાના મજોઠ ગામની સીમમાં વાડીમાં રહી ખેતમજૂરી કરતા ભંગડાભાઈ મીચરીયાભાઈ મોહનીયા (ઉંમર 40) પોતાની મોટરસાઇકલ નં. એમપી-69-એમઈ-8866 લઈને સુધાઘુના ગામથી મજોઠ ગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સુધાઘુના અને સગાડિયા ગામ વચ્ચેના સિંગલ પટ્ટી રોડ પર તેમની મોટરસાઇકલ અચાનક સ્લીપ થઈ જતાં તેઓ મોટરસાઇકલ સાથે રોડ પર પટકાયા હતા.
અકસ્મતમાં ભંગડાભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તેમના પત્ની કમલીબેને ધ્રોલ પોલીસમાં જાણ કરતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




