Jamnagar

ધ્રોલ તાલુકાના લૈયારા ગામે ખેડૂતની વાડીમાંથી રૂ. 18 હજારની પાણીની મોટર ચોરાઈ

By GS Team
18 Oct 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામે ખેડૂત બાબુભાઈ ચાવડાની વાડીમાંથી રૂ. 18 હજારની કિંમતની પાણીની મોટર ચોરાઈ ગઈ હતી. 5 ઓક્ટોબરના રોજ આ બનાવ બન્યો હતો. મોટર ગાયબ જણાતા, ફલ્લા ગામના ખેડૂતે ધ્રોલ પોલીસ મથકે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોલ તાલુકાના લૈયારા ગામે ખેડૂતની વાડીમાંથી રૂ. 18 હજારની પાણીની મોટર ચોરાઈ

Jamnagar: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામે ખેડૂતની વાડીમાંથી રૂ. 18 હજારની કિંમતની પાણીની મોટર ચોરાઈ જવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ફલ્લા ગામના ખેડૂતે ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર તાલુકાના ફલ્લા ગામે રહેતા અને ખેતીકામ કરતા બાબુભાઈ રાજાભાઈ ચાવડા (ઉં.વ. 58)ની ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમમાં રાજકોટ-જામનગર હાઇવે નજીક ખેતીની જમીન આવેલી છે. આ જમીનમાં તેમણે બોર કરાવ્યો છે અને બોર પાસે આશરે રૂ. 18 હજારની કિંમતની ઇલેક્ટ્રિક સેલ્ફ પ્રાઇમિંગ પાણીની મોટર રાખેલી હતી.

ગત તા. 5 ઓક્ટોબરના સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં બાબુભાઈ પોતાની વાડીએ ગયા હતા. વાડીમાં કપાસનું વાવેતર કરેલું હોવાથી ખેતીકામ માટે પાથરેલી સામગ્રી રિક્ષામાં ભરી ફલ્લા ગામે પોતાના ઘરે મૂકવા ગયા હતા. ત્યારબાદ તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ ધ્રોલ ખાતે સારવાર માટે ગયા હતા.

સારવાર બાદ રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં તેઓ પોતાની વાડીએ પહોંચ્યા હતા. જ્યાં વાડીમાં આંટો મારતી વખતે બોર પાસે રાખેલી રૂ. 18 હજારની પાણીની મોટર ગાયબ હોવાનું જણાયું હતું. કોઈ અજાણ્યો શખ્સ મોટર ચોરીને લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

આ બનાવ અંગે બાબુભાઈ ચાવડાએ તા. 17 ઓક્ટોબરના રોજ ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.