જામનગરમાં મહાકાળી સર્કલ નજીક દારૂના નશામાં તોફાન મચાવતા સગા ભાઈને તેના ભાઈએ જ પોલીસના હવાલે કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરના મહાકાળી સર્કલ નજીક મહાકાળી મંદિર પાસે આવેલા રાવળવાસ વિસ્તારમાં દારૂના નશામાં તોફાન મચાવતા એક યુવકને તેના જ સગા ભાઈએ પોલીસના હવાલે કરી દીધો હતો.
ફરિયાદ મુજબ, મહાકાળી સર્કલ નજીક રહેતો અને મજૂરી કામ કરતો જયેશભાઈ ભગવાનજીભાઈ રાઠોડ દારૂના નશામાં ઘરે હોબાળો અને તોફાન મચાવી રહ્યો હતો. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં તેના જ સગા ભાઈએ રાત્રે આશરે 11:30 વાગ્યે 112 ઇમરજન્સી સેવામાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી બંનેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.
પોલીસ સ્ટેશન ખાતે પંચોની હાજરીમાં કરાયેલી તપાસ દરમિયાન જયેશભાઈના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હોવાનું, આંખો લાલ હોવાનું તેમજ શરીરનું સંતુલન જાળવી શકતો ન હોવાથી લથડી રહ્યો હોવાનું નોંધાયું હતું. પોલીસે દારૂ પીવાનો પરવાનો માંગતા તેની પાસે કોઈ પરમીટ ન હોવાનું પણ સામે આવ્યું હતું.
આથી પોલીસે જયેશભાઈ ભગવાનજીભાઈ રાઠોડ સામે દારૂ પીધેલી હાલતમાં જાહેર શાંતિ ભંગ કરવા બદલ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.




