જામનગર નજીક મોટી ખાવડીમાં રૂ.6,500ના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયર સામે પણ ગુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : મેઘપર-પડાણા પોલીસ મથકના વિસ્તારમાં મોટી ખાવડી ગામે જીયો પંપ પાસે પોલીસે રેઈડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની 11 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. દારૂ સપ્લાય કરનાર અન્ય શખ્સ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ તા.17 સપ્ટેમ્બરના રાત્રે સાડા આઠ વાગ્યે મોટી ખાવડી ગામે જીયો પંપ પાસે કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન મહેન્દ્રસિંહ ગુમાનસિંહ વાઢેર (ઉંમર 21 વર્ષ, રહે. ગોકુલનગર, જામનગર) પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 11 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ.6,500 હોવાનું જણાવાયું છે.
પોલીસ તપાસમાં આ દારૂ મોટી ખાવડીના દીપકભાઈ છગનભાઈ ગોહેલે સપ્લાય કર્યો હોવાનો આક્ષેપ થતાં બંને સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી) અને 81 મુજબ ગુનો નોંધાયો છે. મહેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દીપકભાઈને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.




