Jamnagar

જામનગરમાં નવાગામઘેડમાં મકાનમાંથી વિદેશી દારૂની 38 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના નવાગામઘેડમાં પોલીસે દરોડો પાડી, દિનેશ ભરતભાઈ પરમારના રહેણાંક મકાનમાંથી રૂ. 11,400ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 38 બોટલ જપ્ત કરી હતી. 31 ઓગસ્ટની રાત્રે થયેલી આ કાર્યવાહીમાં 39 વર્ષીય ડ્રાઇવિંગનો ધંધો કરતા દિનેશ પરમારની ધરપકડ કરી, સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં નવાગામઘેડમાં મકાનમાંથી વિદેશી દારૂની 38 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

Jamnagar Liquor Raid : જામનગર શહેરના નવાગામઘેડ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 38 બોટલ કિંમત રૂ.11,400ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસની વિગતો મુજબ, તા.31 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે નવાગામઘેડના માડમ ફળી દલિતવાસ વિસ્તારમાં રહેતા દિનેશ ભરતભાઈ પરમાર (ઉ.વ.39, ધંધો-ડ્રાઇવિંગ)ના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 38 બોટલ મળી આવી હતી.
દારૂનો કુલ મુદ્દામાલ રૂ.11,400નો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દિનેશ ભરતભાઈ પરમારને ઝડપી લઈ તેની સામે સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી) હેઠળ ગુનો નોંધ્યો છે.