જામનગર-રાજકોટ હાઇવે પરથી વિદેશી દારૂ સાથે મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Case : જામનગર-રાજકોટ હાઇવે પર સરમરીયા દાદાના મંદિરથી ખારવા ગામ તરફ જતા માર્ગે વિદેશી દારૂ સાથે ઉભેલા મધ્યપ્રદેશના એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ધ્રોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે જાયવા ગામના પાટીયા પાસે બાતમી મળી હતી કે સરમરીયા દાદાના મંદિરથી ખારવા ગામ તરફ જતા માર્ગે એક શખ્સ વિદેશી દારૂ સાથે ઉભો છે. જેના આધારે પોલીસ સ્ટાફે પંચોને સાથે રાખી સાંજે સાડા છ વાગ્યે દરોડો પાડતાં પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભેલો શખ્સ મળી આવ્યો હતો.
પંચોની હાજરીમાં તેનું નામ અલકેશ ઝેતર પચાયા (ઉંમર 40, રહે. પુજારા ફળિયું, ફટા છોટી ગામ, તાલુકો ભાભરા, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ) હોવાનું ખુલ્યું હતું. તેના કબજાના બાચકાની તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 180 મિલીલીટરની દારૂની 10 નંગ દારૂની બાટલીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ 15(એ)(એ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




