Jamnagar

જામનગરમાં સુપરમાર્કેટ રોડ પરથી અંગ્રેજી દારૂની બાટલીના જથ્થા સાથે એક શ્રમિક ઝડપાયો

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરમાં સુપરમાર્કેટ રોડ પર નવાનગર શાળા નજીકથી સર્વેલન્સ સ્કોડે સુરેશ ઉર્ફે સાંઈ શર્મા નામના 50 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ₹3,000ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 6 બોટલ મળી આવી હતી. પોલીસે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સુપરમાર્કેટ રોડ પરથી અંગ્રેજી દારૂની બાટલીના જથ્થા સાથે એક શ્રમિક ઝડપાયો

Jamnagar: જામનગર શહેરના સુપરમાર્કેટ રોડ પર નવાનગર સરકારી શાળા નજીક સર્વેલન્સ સ્કોડે પેટ્રોલિંગ દરમિયાન એક વ્યક્તિને ભારતીય બનાવટના વિદેશી દારૂની છ બોટલ સાથે ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયાની ફરિયાદના આધારે શનિવારે સાંજે પેટ્રોલિંગ દરમિયાન એક વ્યક્તિ હાથમાં કાળી થેલી લઈને શંકાસ્પદ હાલતમાં આવતો જોવા મળ્યો હતો. તેને રોકી તપાસ કરતાં થેલીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીની ઓળખ સુરેશ ઉર્ફે સાંઈ ગીરધારીલાલ શર્મા (ઉ.વ. 50), રહે. સાધના કોલોની, ગેટ નં. 2, બ્લોક એમ-1, રૂમ નં. 2197, જામનગર તરીકે થઈ છે. તેની પાસેથી ઈંગ્લીશ દારૂ ની સીલબંધ છ બોટલ, કુલ કિંમત રૂ. 3,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

દારૂ અંગે પાસ-પરમિટ માંગતા આરોપી કોઈ આધાર રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે દારૂ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે પ્રોહિબિશન કાયદાની કલમ 65(એ)(એ) અને 116(બી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.