Jamnagar

જામનગરની શાળાના વિદ્યાર્થીને માર મારવાના પ્રકરણમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો

By GS Team
2 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરમાં શંકર ટેકરીની શાળા નં.19ના પ્રિન્સિપાલ રામભાઈ સામે વિદ્યાર્થીને માર મારવા અને તેના પિતાને જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી ધમકી આપવા બદલ સિટી "સી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. 29/06/2026ના રોજ બનેલી આ ઘટનામાં, પ્રિન્સિપાલે વિદ્યાર્થીને થપ્પડ મારી અને પિતાને ધક્કો મારી ગાળો આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની શાળાના વિદ્યાર્થીને માર મારવાના પ્રકરણમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો

Jamnagar : જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલી શાળા નં.19ના પ્રિન્સિપાલ સામે વિદ્યાર્થીને માર મારવા, તેના પિતાને ધક્કો મારી જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી ધમકી આપ્યાની ફરિયાદના આધારે સિટી "સી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે કડિયાકામ કરતા પ્રવિણભાઈ અરજણભાઈ પાંડાવદરાના પુત્ર શાળા નં.19માં અભ્યાસ કરે છે. તા. 29/06/2026ના રોજ વિદ્યાર્થીએ વર્ગ દરમિયાન વોશરૂમ જવાની પરવાનગી માંગતા શાળાના પ્રિન્સિપાલ રામભાઈ ગુસ્સે થઈ ગયા હતા અને વિદ્યાર્થીને ડાબા કાનના ભાગે બે ઝાપટ મારી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બાદમાં પ્રવિણભાઈ પાંડાવદરા આ બાબતે પ્રિન્સિપાલને પૂછપરછ કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન પ્રિન્સિપાલે તેમને ધક્કો મારી ગાળો બોલી ઝઘડો કર્યો હતો તેમજ તેમની જાતિ અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારી, "તારે જે કરવું હોય તે કરી લે, હું કોઈથી બીતો નથી" કહી ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ફરિયાદના આધારે સિટી "સી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 115(2), 351(2), 352 તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.