Jamnagar

જામનગરના ગોકુલનગરમાં કબૂતર ઉડાવતાં વીજ કરંટ લાગવાના બનાવમાં 9 વર્ષના બાળકનું સારવારમાં મોત

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં 17મીએ કબૂતર ઉડાવતી વખતે વીજ કરંટ લાગતા 2 બાળકો દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝેલા 9 વર્ષીય યુવરાજ વડાણિયાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બાળક વિરાટ કુડેચાની સારવાર ચાલુ છે. આ ઘટનાથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગોકુલનગરમાં કબૂતર ઉડાવતાં વીજ કરંટ લાગવાના બનાવમાં 9 વર્ષના બાળકનું સારવારમાં મોત

Jamnagar News : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી મોમાઈપાનવાળી શેરીમાં તા.17ના રોજ કબૂતર ઉડાવવા દરમિયાન વીજ કરંટ લાગતાં બે બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવરાજ લખનભાઈ વડાણિયા (ઉ.વ. 9)નું સારવાર દરમિયાન ગઈકાલે મોત નિપજ્યું છે.
મળતી વિગત મુજબ, ગોકુલનગર, પાણાખાન, શેરી નં. 5માં રહેતો યુવરાજ વડાણિયા તા. 17ના સવારે આશરે 11 વાગ્યે પોતાના રહેણાંક મકાન નજીક કબૂતર ઉડાડવા ગયો હતો. દરમિયાન નજીકથી પસાર થતી વીજ લાઈનના સંપર્કમાં આવતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ સમયે તેની સાથે રહેલા વિરાટ કુડેચાને પણ વીજ આંચકો લાગ્યો હતો.
બનાવની જાણ થતાં બંનેને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે તા.18ના રોજ બંને બાળકોને વીજ કરંટ લાગ્યો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયા બાદ સારવાર દરમિયાન યુવરાજની તબિયત ગંભીર બનતાં આખરે તેનું ગઈકાલે મૃત્યુ થયું હતું.
આ ઘટનામાં બે બાળકો પૈકી એક એવા 9 વર્ષના યુવરાજનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે, જ્યારે અન્ય બાળક વિરાટ કુડેચાની સારવાર હજુ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.