Jamnagar

કાલાવડ-બાલંભડી હાઇવે પર બે બાઇક અથડાતાં 64 વર્ષીય બુઝુર્ગનું કરુણ મૃત્યુ

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના કાલાવડ નજીક બાલંભડી ગામ પાસે હાઇવે પર બે મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 64 વર્ષીય મગનભાઈ લક્ષ્મણભાઈ પાનસુરીયાનું ગંભીર ઇજાઓને કારણે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. કાલાવડથી બામણગામ જઈ રહેલા મગનભાઈની મોટરસાઇકલને સામેથી પૂરઝડપે આવતી અન્ય મોટરસાઇકલના ચાલકે ટક્કર મારી હતી. કાલાવડ ટાઉન પોલીસે અકસ્માત સર્જનાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ-બાલંભડી હાઇવે પર બે બાઇક અથડાતાં 64 વર્ષીય બુઝુર્ગનું કરુણ મૃત્યુ

Jamnagar Accident : કાલાવડથી બાલંભડી ગામ વચ્ચે હાઇવે રોડ પર બે મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 64 વર્ષીય વૃદ્ધનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મગનભાઈ લક્ષ્મણભાઈ પાનસુરીયા પોતાની મોટરસાઇકલ પર કાલાવડથી બામણગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવતી હીરો કંપનીની મોટરસાઇકલના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમની મોટરસાઇકલ સાથે અથડામણ કરી હોવાનો આરોપ છે.
અકસ્માતમાં મગનભાઈને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કાલાવડ ટાઉન પોલીસે અકસ્માત સર્જનાર મોટરસાઇકલના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.