Jamnagar

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં જમતી વખતે અચાનક આંચકી આવતાં 28 વર્ષીય પરિણીતાનું કરુણ મૃત્યુ

By GS Team
16 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં 28 વર્ષીય આરતીબેન કોટડીયાનું અચાનક અવસાન થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે. 14 જુલાઈની રાત્રે ઘરે જમતી વખતે તેમને આંચકી આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા. કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના લગ્નને અંદાજે 2.6 વર્ષ થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં જમતી વખતે અચાનક આંચકી આવતાં 28 વર્ષીય પરિણીતાનું કરુણ મૃત્યુ

Jamnagar: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનું અચાનક મૃત્યુ નિપજતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પોલીસમાં નોંધાયેલી માહિતી મુજબ, મોટાવડાળા ગામે રહેતા નીતીનભાઈ ધીરજભાઈ કોટડીયાની પત્ની આરતીબેન (ઉ.વ. 28) તા. 14 જુલાઈની રાત્રે પોતાના ઘરે જમતા હતા ત્યારે અચાનક તેમને આંચકી આવી હતી. પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ હેઠળ અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, મૃતક આરતીબેનના લગ્નને અંદાજે બે વર્ષ અને છ મહિના જેટલો સમય થયો હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે.