Jamnagar

જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં રહેતા 27 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામે 27 વર્ષીય જયસુખભાઈ ચૌહાણનું હાર્ટ એટેકથી નિધન થયું છે. છેલ્લા 2-3 વર્ષથી ડાયાબિટીસથી પીડાતા જયસુખભાઈને ગત રાત્રે ગભરામણ થઈ હતી. સવારે બાથરૂમ જતાં તેમને શ્વાસ ચડ્યો અને ચક્કર આવતાં હાર્ટ એટેક આવ્યો હતો. પત્ની બંસીબેને જાણ કરતાં જામજોધપુર પોલીસે અકુદરતી મોત નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં રહેતા 27 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

Jamnagar: જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામે રહેતા એક યુવાનનું હાર્ટ એટેક આવતાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે જામજોધપુર પોલીસે અકુદરતી મોતની નોંધ કરી છે.

પોલીસમાં જાહેર થયેલી વિગતો મુજબ વાંસજાળીયા ગામે રહેતા જયસુખભાઈ ઘનજીભાઈ ચૌહાણ (ઉ.વ. 27) છેલ્લા બે-ત્રણ વર્ષથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. ગત રાત્રે તેમને ગભરામણ થઈ હતી અને સવારે બાથરૂમ જવા દરમિયાન અચાનક શ્વાસ ચડતાં ચક્કર આવી ગયા હતા. ત્યારબાદ તેમને હાર્ટ એટેક આવતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે તેમની પત્ની બંસીબેને પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે આકસ્મિક મૃત્યુ ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.