જામનગરના કુબેરપાર્ક વિસ્તારમાં રહેતી 19 વર્ષીય નેપાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા કુબેરપાર્ક-3 વિસ્તારમાં 19 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર મકાનના નીચેના રૂમની બાલ્કનીમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
મળતી વિગતો મુજબ, કુબેરપાર્ક-3માં રહેતા અને મૂળ નેપાળના વતની સુરેશભાઈ થાપાની પત્ની ઉર્મીલાબેન, ઉંમર 19,એ તા. 18 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સાતથી સાડા નવ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર મકાનના નીચેના રૂમની બાલ્કનીમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બનાવની જાણ થતાં પરિવારજનો દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. બનાવ અંગે તા. 19 સપ્ટેમ્બરના રોજ બપોરે 2:35 વાગ્યે સીટી-એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 મુજબ અકુદરતી મોતની નોંધ કરી છે. સીટી-એ ડિવિઝનના પીએસઆઈ એમ.એન. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.




