Jamnagar

જામનગરમાં 17 વર્ષની કિશોરીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના નવાગામ ધેડ વિસ્તારમાં 17 વર્ષીય કિશોરી આનંદીબેન મનોજભાઈ ગોહીલે પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તા. 29 ઓગસ્ટે બપોરે બનેલી આ ઘટના બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું. સીટી બી. ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં 17 વર્ષની કિશોરીએ  પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

Jamnagar: જામનગર શહેરના નવાગામ ધેડ વિસ્તારમાં 17 વર્ષની કિશોરીએ પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ નવાગામ ધેડના ગાયત્રીચોક પાસે સરસ્વતી સોસાયટીમાં પીરની દરગાહ નજીક રહેતા મનોજભાઈ મગનભાઈ ગોહીલની 17 વર્ષની પુત્રી આનંદીબેને તા.29 ઓગસ્ટના બપોરના સમયે પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પિતા મનોજભાઈ ગોહીલની જાણ પરથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી હેડ કોન્સ્ટેબલ જે.કે. વજગોળે તપાસ હાથ ધરી છે.