જામનગર તાલુકાના વીજરખી ગામમાં 14 વર્ષની કિશોરીએ ઝેરી દવા પી લેતાં કરુણ મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર તાલુકાના વીજરખી ગામમાં 14 વર્ષની કિશોરીએ પ્રેમસંબંધ બાબતે ઠપકો મળ્યા બાદ વાડીની ઓરડીમાં જંતુનાશક ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં અકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ વીજરખી ગામમાં મહેશભાઈ દેવાયતભાઈ લોખીલની વાડીમાં રહેતા રાયચદભાઈ વાસ્કેલાની 14 વર્ષની પુત્રી રેશમાબેનને જગદીશ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે તેને ઠપકો આપવામાં આવતા રેશમાબેનને મનમાં લાગી આવ્યું હતું. દરમિયાન તા.28 ઓગસ્ટના સાંજના સાડા પાંચ વાગ્યા પહેલાં તેણે વાડીની ઓરડીમાં જંતુનાશક દવાની બોટલમાંથી દવા પી લીધી હતી. બાદમાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તેના ભાઈ અજયભાઈ વાસ્કેલાની જાણ પરથી પંચ એ પોલીસ મથકમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી એએસઆઈ એસ.જી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.




