Jamnagar

જામનગર જિલ્લામાં જુગારના 9 દરોડા : 49 શખ્સો પોલીસની ઝપટે, રૂ.1.29 લાખનો મુદ્દામાલ કબજે

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
જામનગરમાં પોલીસે છેલ્લા 24 કલાકમાં જુગાર સામે સઘન કાર્યવાહી કરી છે. જિલ્લાના જુદા જુદા સ્થળોએ 9 દરોડા પાડી, 49 જુગારીઓને ઝડપી લીધા હતા, જ્યારે 2 શખ્સો ફરાર થયા હતા. પોલીસે કુલ રૂ. 1,29,890નો મુદ્દામાલ, જેમાં રોકડ રકમ, ગંજીપત્તા અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે, તે જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં મેઘપર, જામજોધપુર, પંચકોશી, ધ્રોલ, લાલપુર સહિતના વિસ્તારોમાં ગુના નોંધાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં જુગારના 9 દરોડા : 49 શખ્સો પોલીસની ઝપટે, રૂ.1.29 લાખનો મુદ્દામાલ કબજે

Jamnagar Gambiling Raid : જામનગર શહેર-જિલ્લામાં પોલીસે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જુગારની પ્રવૃત્તિ સામે તવાઈ બોલાવી જુદા જુદા સ્થળોએ કુલ નવ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન તીનપત્તીનો જુગાર રમતા કુલ 49 શખ્સો પોલીસની ઝપટે ચડ્યા હતા, જ્યારે બે શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે તમામ દરોડામાંથી રોકડ રકમ સહિત કુલ રૂ.1,29,890નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મેઘપર (પડાણા) પોલીસે મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં દરોડો પાડી દેવાણંદભાઈ વરજાંગભાઈ સંધીયા (48), સિકંદરભાઈ સતારભાઈ બુખારી (31), અજીતસિંહ બહાદુરસિંહ પરમાર (46) અને જયેશભાઈ જટાશંકરભાઈ જોષી (54)ને ઝડપી લઈ રૂ.10,780 રોકડા તથા ગંજીપત્તા મળી કુલ રૂ.10,780નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જામજોધપુર પોલીસે પાળેશ્વરનેશ પાસે ઘાસના ગોડાઉન નજીક દરોડો પાડી અનિલભાઈ કાનાભાઈ કટારા (24), મેસુરભાઈ કરશનભાઈ કટારા (28), પાર્થ ભીમાભાઈ કટારા (19) અને દિલીપભાઈ હંસરાજભાઈ સોલંકી (30)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.10,150 રોકડા અને ગંજીપત્તા મળી કુલ રૂ.10,150નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
પંચકોશી ‘બી’ વિભાગ પોલીસે લાખાબાવળ ગામના સ્મશાનની દિવાલ પાછળ દરોડો પાડી ફૈઝલ મામદભાઈ ખીરા (25), સિરાજ કાસમભાઈ ખીરા (24) અને રફીક હાજીભાઈ ખફી (32)ને ઝડપી લીધા હતા, જ્યારે દોસમામદ દાઉદભાઈ મથુપોત્રા નાસી છૂટ્યો હતો. પોલીસે રૂ.16,200 રોકડા અને ગંજીપત્તાં કબજે કર્યાહતા.
ધ્રોલ પોલીસે લતીપર ગામમાં મહાદેવ મંદિર પાસે દરોડો પાડી અમિતભાઈ પ્રવિણભાઈ પંડ્યા (48), ભરતકુમાર પ્રાણશંકરભાઈ વ્યાસ (50), જયંતીલાલ કેશવજીભાઈ મકવાણા (50), પ્રકાશભાઈ રણમલભાઈ ડાંગર (53), મુકેશભાઈ દેવાણંદભાઈ જીલરીયા (40), તેજાભાઈ ગોવિંદભાઈ ચભાડીયા (69) અને ગંગારામભાઈ દામજીભાઈ બારૈયા (72) સામે કાર્યવાહી કરી હતી. જેમાં પાંચની ધરપકડ તથા બેને સ્થળ પર નોટિસ આપવામાં આવી હતી. પોલીસે રૂ.11,250 રોકડા કબજે કર્યા હતા.
જામનગર શહેરના સીટી ‘એ’ વિભાગ પોલીસે કામળીયાવાસના ચોકમાં દરોડો પાડી વિનુભાઈ દાનાભાઈ ચૌહાણ (37), રમેશભાઈ જીવાભાઈ ચૌહાણ (28), રામજીભાઈ અરવિંદભાઈ ગોહિલ (19), વિકિભાઈ વિજયભાઈ બુટીયા (22), કનૈયાભાઈ જીતુભાઈ સોલંકી (19), ધર્મેન્દ્રભાઈ જયેશભાઈ વાઘેલા (20) અને સંજયભાઈ વેરશીભાઈ સોલંકી (30)ને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.4,840 રોકડા અને ગંજીપત્તાં કબજે કર્યા હતા.
લાલપુર પોલીસે ચાર થાંભલા પાસે જાહેરમાં દરોડો પાડી રાજુભાઈ અમજીભાઈ પરમાર (40), દીપકભાઈ જયંતિભાઈ રાઠોડ (31), સંગીતાબેન રાજુભાઈ પરમાર (40), નીતાબેન મનસુખભાઈ મકવાણા (45), સોનલબેન સાગરાભાઈ પરમાર (22) અને રેખાબેન નરેશભાઈ પરમાર (32) સામે કાર્યવાહી કરી હતી. રાજુભાઈ અને દીપકભાઈની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ચાર મહિલાઓને નોટિસ આપવામાં આવી હતી. પોલીસે રૂ.10,120 રોકડા કબજે કર્યા હતા.
પંચકોશી ‘એ’ વિભાગ પોલીસે ખીમરાણા ગામે રોજી માતાના મંદિર પાસે દરોડો પાડી પરેશ નરશીભાઈ પરમાર (40), જાદવજીભાઈ લાલજીભાઈ ધારવીયા (58), મનસુખ વશરામભાઈ કટેશીયા (43) અને કિશોર મોહનભાઈ માંડવીયા (54)ને ઝડપી લીધા હતા, જ્યારે વસંતભાઈ ખીમજીભાઈ નકુમ ફરાર થયો હતો. પોલીસે રૂ.28,950 રોકડા અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ.43,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શેઠવડાળા પોલીસે સમાણા ગામે ક્રિષ્ના ફાર્મની બહાર દરોડો પાડી સંજયભાઈ ભુપતભાઈ મકવાણા (32), કુંજનભાઈ વિઠલભાઈ ભાયાણી (29), મામૈયાભાઈ ધનાભાઈ સુમાયત (19), મુળુભાઈ ધનાભાઈ સુમાયત (27), શામળાભાઈ નાગાજણભાઈ વીજાણી (47), સુખરાજભાઈ રામદેવભાઈ રવસી (26), શૈલેસભાઈ ચંદુભાઈ વસુનીયા (24) અને ફકરૂભાઈ બચુભાઈ વસુનીયાને (40) ઝડપી લીધા હતા. પોલીસે રૂ.10,200 રોકડા કબજે કર્યા હતા.
આ જ પોલીસે શેઠવડાળા ગામની સાતકોશી સીમમાં સાતેશ્વર મહાદેવ મંદિર પાસે બીજા દરોડામાં અમીતભાઈ રમેશભાઈ લાલકીયા (41), મહેશભાઈ ઠાકરશીભાઈ લાલકીયા (42), રેનીશભાઈ જગદીશભાઈ વાઘેલા (36), લખીયારભાઈ ઉર્ફે લાખો જીવાભાઈ ઘોઘા (43), રમેશભાઈ પાલાભાઈ રાઠોડ (46) અને નુરમામદભાઈ ઇસ્માઈલભાઈ ભટ્ટી (38)ને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.12,400 રોકડા કબજે કર્યા હતા.
આમ, જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા નવ જુગાર દરોડામાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 49 શખ્સો પોલીસ કાર્યવાહી હેઠળ આવ્યા હતા. બે શખ્સો ફરાર થયા છે. સમગ્ર કાર્યવાહીમાં રોકડ રકમ, ગંજીપત્તાં અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,29,890નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.