Jamnagar

જોગવડ રાણીશીપના રામાપીર મંદિર પાસેથી 8થી 10 વર્ષની બાળકી ગુમ: શોધખોળ માટે પોલીસની જાહેર અપીલ

By GS Team
14 Nov 20261 min read
TukuTouch Logo
જામનગરના જોગવડ રાણીશીપ વિસ્તારમાં આવેલા રામાપીર મંદિર પાસેથી 12 નવેમ્બરે બપોરે 2:15 વાગ્યા પછી 8 થી 10 વર્ષની પાર્વતી લાલમોહન નામની બાળકી ગુમ થઈ છે. મેઘપર પડાણા પોલીસ અને પરિવારજનો દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે. બાળકી અંગે કોઈ માહિતી મળે તો 6359627849 અથવા 96240 45909 નંબર પર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોગવડ રાણીશીપના રામાપીર મંદિર પાસેથી 8થી 10 વર્ષની બાળકી ગુમ: શોધખોળ માટે પોલીસની જાહેર અપીલ

Jamnagar: જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ મથકની હદમાં આવેલા જોગવડ રાણીશીપ વિસ્તારના રામાપીર મંદિર પાસેથી પાર્વતી લાલમોહન નામની 8થી 10 વર્ષની બાળકી તા. 12 નવેમ્બરના બપોરે 2:15 વાગ્યા પછી ગુમ થઈ છે. બાળકીનો પત્તો મેળવવા પોલીસ અને પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગુમ થયેલી બાળકી અંગે કોઈ વ્યક્તિને માહિતી મળે અથવા તેની ભાળ જણાય તો તાત્કાલિક મેઘપર પડાણા પોલીસ મથકનો મોબાઈલ નંબર 6359627849 અથવા 96240 45909 ઉપર સંપર્ક કરવા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.