Jamnagar

જામનગર શહેરમાં બે સ્થળેથી જુગાર રમતા 8 ઝડપાયા, ત્રણ ભાગી છૂટ્યા

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં પોલીસે જુગારના 2 દરોડા પાડી 8 શખ્સોને ઝડપ્યા છે. જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં થયેલી આ કાર્યવાહીમાં 3 શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે કુલ રૂ.14,210 રોકડા અને ગંજીપત્તા કબજે કર્યા. સીટી-બી ડિવિઝને તાળીયા હનુમાન મંદિર પાસે 6 શખ્સોને રૂ.10,600 સાથે ઝડપ્યા, જ્યારે જામજોધપુરમાં વાલાસણ ગામ પાસેથી 2 શખ્સો રૂ.3,610 સાથે પકડાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં બે સ્થળેથી જુગાર રમતા 8 ઝડપાયા, ત્રણ ભાગી છૂટ્યા

Jamnagar Gambling Raid : જામનગર શહેર તથા જામજોધપુર પંથકમાં પોલીસે જુગારના બે દરોડા પાડી આઠ શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. બંને દરોડામાં કુલ રૂ.14,210 રોકડા તથા ગંજીપત્તા કબજે કરવામાં આવ્યા હતા.
જામનગર સીટી-બી ડિવિઝન પોલીસે તા.15ના રોજ સાંજે તાળીયા હનુમાન મંદિર પાસે જાહેરમાં દરોડો પાડી હારૂન ઈબ્રાહીમભાઈ આમરોણીયા (ઉ.વ.46), ફારૂક નિઝામભાઈ બાબવાણી (ઉ.વ.26), રમઝાન હુશેનભાઈ સમા (ઉ.વ.24), ભરતસિંહ ઉમેદસિંહ વાઘેલા (ઉ.વ.42), શહેનાઝબેન નઝીરભાઈ તાયાણી (ઉ.વ.40) અને રૂક્શાનાબેન જાવીદભાઈ સમા (ઉ.વ.35)ને ઝડપી લીધા હતા. આરોપીઓ જાહેરમાં ગોળ કુંડાળું વળી ગંજીપત્તાથી તીનપત્તીનો જુગાર રમતા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.10,600 રોકડા અને ગંજીપત્તા કબજે કર્યા હતા.
બીજા બનાવમાં જામજોધપુર પોલીસે વાલાસણ ગામના પાદરમાં અવેળા પાસે જાહેરમાં દરોડો પાડ્યો હતો. પોલીસે મામદભાઈ મુસાભાઈ બુકેરા (ઉ.વ.60) તથા ચંદુલાલ મોહનભાઈ સિંગરખીયા (ઉ.વ.35)ને ઝડપી લીધા હતા, જ્યારે જેન્તીભાઈ જીવાભાઈ વારસકિયા, અનિલભાઈ કરશનભાઈ વાઘેલા અને વિનયભાઈ મનસુખભાઈ મકવાણા નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.3,610 રોકડા તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. બંને બનાવોમાં જુગારધારા કલમ 12 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.