Jamnagar

જામનગર નજીક સિક્કામાં જાહેરમાં ગંજીપત્તાથી જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા : રૂ.38,210 રોકડ અને ગંજીપત્તા કબજે

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરના સિક્કાના કારાભુંગા વિસ્તારમાં રાંદલમાતાજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મનોજ રાઠોડ, રાણા ઝાલા, અનિલ ચૌહાણ, અબ્બાસ ભાયા અને કાંતિલાલ મકવાણા પાસેથી પોલીસે 38,210 રોકડા અને ગંજીપત્તા કબજે કર્યા હતા. આ પાંચેય સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક સિક્કામાં જાહેરમાં ગંજીપત્તાથી જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા : રૂ.38,210 રોકડ અને ગંજીપત્તા કબજે

Jamnagar Gambling Raid : જામનગર તાલુકાના સિક્કાના કારાભુંગા વિસ્તારમાં રાંદલમાતાજીના મંદિર પાસે જાહેરમાં ગંજીપત્તાથી પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.
પોલીસે મનોજભાઈ વાલજીભાઈ રાઠોડ, રાણાભાઈ ગાગાભાઈ ઝાલા, અનિલભાઈ રમેશભાઈ ચૌહાણ, અબ્બાસભાઈ આમદભાઈ ભાયા અને કાંતિલાલ ઉર્ફે કિશન રમેશભાઈ મકવાણાને ઝડપી લીધા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.38,210 રોકડ તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. પાંચેય સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.