જામનગરના આમરાની સીમમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા 5 ઝડપાયા : રોકડા રૂ.46,200 અને ગંજીપત્તા કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આમરા ગામની કોબાવાડી સીમમાં સુરાપુરા દાદાના મંદિર પાસે બાવળની ઝાડીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પોલીસના અહેવાલ મુજબ તા.23 સપ્ટેમ્બરના વહેલી સવારે દોઢ વાગ્યાના અરસામાં પોલીસે દરોડો પાડતાં ટોચૅબતીના અજવાળે ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે ગૌતમભાઈ પેથાભાઈ ભાંભી (ઉ.વ.40), હિરેનભાઈ અશ્વિનભાઈ પરમાર (ઉ.વ.26), પરષોતમભાઈ દેવજીભાઈ ધારવિયા (ઉ.વ.56), રામજીભાઈ લખમણભાઈ કણજારિયા (ઉ.વ.55) અને હસમુખભાઈ ધરમશીભાઈ કણજારિયા (ઉ.વ.33)ને ઝડપી લીધા હતા.
પોલીસે સ્થળ પરથી જુગારની રોકડ રૂ.46,200 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. આ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.




