જામનગરના મિયાત્રા ગામમાં તીનપત્તીનો જુગાર રમતા 5 પતાપ્રેમીઓ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling raid : જામનગર તાલુકાના મિયાત્રા ગામની મજલ સીમમાં પવનચક્કીની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પંચકોશી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ તા.13 સપ્ટેમ્બરના વહેલી સવારે 1:15 વાગ્યાના અરસામાં જાહેરમાં લાઇટના અજવાળામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન પુષ્કરધામ ગામના રાજેન્દ્ર મંછારામ પંડ્યા (ઉ.વ.58), અલીયા ગામના કારૂભાઇ જાદાભાઇ પડસારીયા (ઉ.વ.59), અનવર મામદભાઇ સપડીયા (ઉ.વ.52), બાલાચડી ગામના ગંભીર સિંહ જશુભા વાઘેલા (ઉ.વ.63) અને અલીયા ગામના કમલેશભાઇ આંબાભાઇ દલસાણીયા (ઉ.વ.45) મળી આવ્યા હતા. પોલીસે પાંચેયને તા.13 સપ્ટેમ્બરના સાંજે ચાર વાગ્યે અટક કરી હતી. સ્થળ પરથી રૂ.10,300 રોકડ તથા ગંજીપત્તા મળી કુલ રૂ.10,300નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.




