કાલાવડના મોટાવડાળા ગામમાંથી મોબાઇલમાં લુડો કિંગ રમી જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગાર વિરોધી ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોટાવડાળા ગામમાં બાપા સીતારામ મંદિર પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. જાહેરમાં ચાર શખ્સો મોબાઇલ ફોનમાં લુડો કિંગની મની ગેમ રમી પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવતા પોલીસે ચારેયને ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, મોટાવડાળા ગામના બાપા સીતારામ મંદિર પાસે બાકડા પર બેસીને ફેઝલભાઈ આરીફભાઈ પોપટપોત્રા (ઉંમર 39), ઇરફાનભાઈ ઇકબાલભાઈ મુલતાની (ઉંમર 39), આરીફભાઈ અકબરભાઈ કાઝી (ઉંમર 32) અને દિપકભાઈ પ્રફુલદાસ ગોંડલીયા (ઉંમર 32) મોબાઇલમાં લુડો કિંગની મની ગેમ રમતા હતા.
પોલીસે ચારેયની અંગઝડતીમાંથી કુલ રૂ.2,590 રોકડા અને સ્થળ પરથી રૂ.160 મળી કુલ રૂ.2,750 રોકડા કબજે કર્યા હતા. ઉપરાંત લુડો કિંગની ગેમ ચાલુ હોય તેવો મોબાઇલ ફોન પણ કબજે કરી સ્ક્રીનશોટ તથા પ્રિન્ટ મેળવી તપાસ હાથ ધરી હતી. પોલીસે કુલ રૂ.8,750નો મુદ્દામાલ કબજે કરી ચારેય શખ્સો સામે જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધ્યો હતો.









