Jamnagar

જામનગર જિલ્લામાં જુગારના 4 દરોડા : રૂ.56,640ની રોકડ સાથે 17 જુગારીઓ પકડાયા

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં ગઈકાલે પોલીસે જુગાર સામે સઘન કાર્યવાહી કરી હતી. શેઠવડાળા, જામનગર શહેર, કાલાવડ ગ્રામ્ય અને જામજોધપુરમાં 4 કેસ નોંધાયા હતા. કુલ 17 શખ્સોને ઝડપી પાડી, તેમની પાસેથી રૂ. 56,640ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં જુગારના 4 દરોડા : રૂ.56,640ની રોકડ સાથે 17 જુગારીઓ પકડાયા

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં ગઈકાલે તા. 23 ઓગસ્ટના રોજ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જુગાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શેઠવડાળા, જામનગર શહેર, કાલાવડ ગ્રામ્ય અને જામજોધપુર વિસ્તારમાં કુલ 4 જુગારના કેસ નોંધાયા છે.
શેઠવડાળા પોલીસે ભુપત આંબરડી તરફ જતા રસ્તે સોલાર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા કિશનભાઈ પ્રકાશભાઈ આચાર્ય, જયેશભાઈ મગનભાઈ ચાવડા, કિશનભાઈ જીતેન્દ્રભાઈ જોષી, રણજીતભાઈ ઉર્ફે રાણાભાઈ કરશનભાઈ કેશવાલા, હરદાસભાઈ બોદાભાઈ હાડગરડા અને નરેશભાઈ પોલાભાઈ કનારા સહિત છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.13,850ની રોકડ કબજે કરી હતી.
સીટી ‘એ’ ડિવિઝન વિસ્તારમાં સાધના કોલોની ગેટ નં. 1 પાસે જાહેર માર્ગ ઉપર એકી-બેકીના આંકડાનો જુગાર રમતા દુશયંતસિંહ ભરતસિંહ પીંગળા અને મહમદ હુશેન અબ્બાસભાઈ ખફીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.3,160ની રોકડ મળી આવી હતી.
કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા ગોલણીયા ગામની સીમમાં દૂધાળા ડેમ નજીક તીનપત્તીનો જુગાર રમતા હંસરાજભાઈ મૂળજીભાઈ કપુરિયા, જીતેષભાઈ વલ્લભભાઈ કપુરિયા, સામંતભાઈ આલાભાઈ કરમુર, પિયુષગીરી દિનેશગીરી ગોસ્વામી, લાલજીભાઈ આંબાભાઈ કપુરિયા અને દિનેશગીરી રતીગીરી ગોસ્વામી સામે કાર્યવાહી કરી રૂ.21,890ની રોકડ કબજે કરવામાં આવી હતી.
જામજોધપુરમાં ઉમા પાર્ક સોસાયટી રીંગ રોડ નજીકથી વિરમભાઈ રાયદેભાઈ શાખરા, ભારમલભાઈ માલદેભાઈ સંધીયા અને નવઘણભાઈ પેથાભાઈ આસાણીને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રૂ.17,740ની રોકડ જપ્ત કરી હતી.
આમ જામનગર જિલ્લામાં એક જ દિવસમાં જુગારના કુલ 4 કેસમાં 17 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ગંજીપતાના પાના ઉપરાંત કુલ રૂ.56,640ની રોકડ કબજે કરવામાં આવી હોવાનું પોલીસ રિપોર્ટમાં નોંધાયું છે.