Jamnagar

જામનગર જિલ્લામાં જુગારના 3 દરોડા : 12 શખ્સો ઝડપાયા, રૂ.36,900નો મુદ્દામાલ કબજે

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં પોલીસે 24 કલાકમાં જુગાર પર ત્રણ દરોડા પાડ્યા. જોડિયા, સિક્કા અને શેઠવડાળા વિસ્તારમાંથી 12 શખ્સો ગંજીપત્તા વડે જુગાર રમતા પકડાયા. પોલીસે કુલ રૂ. 36,900 નો મુદ્દામાલ કબજે કર્યો. ભાદરા, ગોરધનપર અને ભોજાબેડી ગામની સીમમાં આ કાર્યવાહી કરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં જુગારના 3 દરોડા : 12 શખ્સો ઝડપાયા, રૂ.36,900નો મુદ્દામાલ કબજે

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી જોડીયા, સિક્કા અને શેઠવડાળા વિસ્તારમાં ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 12 શખ્સો જુગાર રમતા મળી આવતા પોલીસે રોકડ રકમ તથા ગંજીપત્તા સહિત કુલ રૂ.36,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જોડીયા પોલીસને મળેલી બાતમીના આધારે ભાદરા ગામની ઘાણીથરવાળી સીમમાં ફોરેસ્ટ કચેરીની બાજુના ખરાબામાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જાહેરમાં ગંજીપત્તાના પાનાથી તીનપત્તીનો જુગાર રમતા મશરૂભાઇ વજાભાઇ વકાતર (ઉ.વ.42), નારણભાઇ નાજાભાઇ વકાતર (ઉ.વ.32), વિહાભાઇ વજાભાઇ વકાતર (ઉ.વ.35) અને કરશનભાઇ વિરજીભાઇ ભંડેરી (ઉ.વ.62), તમામ રહે. ભાદરા ગામ, તા.જોડીયા, મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.17,850 અને ગંજીપત્તા મળી કુલ રૂ.17,850નો મુદ્દામાલ કબજે કરી તમામને નોટિસ આપી હતી.
બીજી તરફ સિક્કા પોલીસે ગોરધનપર ગામે સ્મશાન તરફ જતા રસ્તા ઉપર બાવળની ઝાડીમાં દરોડો પાડતાં જાહેરમાં ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા સંજયભાઇ નરેન્દ્રભાઇ સવાસડીયા (ઉ.વ.40), કિશોરભાઇ સવજીભાઇ જીઝુવાડીયા (ઉ.વ.43) અને દેવરાજભાઇ ભુરાભાઇ જીજુવાડીયા (ઉ.વ.40), ત્રણેય જામનગરના રહેવાસી, ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.7,230 તથા ગંજીપત્તા મળી કુલ રૂ.7,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શેઠવડાળા પોલીસે ભોજાબેડી ગામની સીમમાં સલીમભાઇ સુમારભાઇ સમાની વાડી પાસે આવેલા વોકળામાં દરોડો પાડ્યો હતો. ત્યાં જાહેરમાં ગોળ કુંડાળું વળી તીનપત્તીનો જુગાર રમતા અબ્દુલભાઇ બાવાભાઇ ઘોઘા (ઉ.વ.47), અશરફભાઇ ઇશાકભાઇ હાલેપોત્રા (ઉ.વ.34), સલીમભાઇ સુમારભાઇ સમા (ઉ.વ.42), લખીયારભાઇ ઉર્ફે લાખો જીવાભાઇ ઘોઘા (ઉ.વ.43) અને ઇકબાલભાઇ મુંગરભાઇ ધુરાણી (ઉ.વ.45) મળી કુલ પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂ.11,820, ગંજીપત્તા અને ટોર્ચલાઇટ મળી કુલ રૂ.11,820નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આમ, છેલ્લા ચોવીસ કલાકમાં જામનગર જિલ્લામાં જુગારના ત્રણ દરોડામાં કુલ 12 શખ્સો ઝડપાયા હતા અને પોલીસે રોકડ રકમ તથા ગંજીપત્તા સહિત કુલ રૂ.36,900નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.