Jamnagar

જામનગર જિલ્લામાં જુગારના ચાર દરોડામાં છ મહિલા સહિત 19 જુગારીઓ ઝડપાયા

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર પોલીસે જુગાર પ્રવૃત્તિ સામે કાર્યવાહી તેજ કરી છે. જિલ્લાના 4 જુદા જુદા સ્થળોએ દરોડા પાડી, જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 મહિલા સહિત કુલ 19 શખ્સોને ઝડપી લીધા હતા. જામજોધપુરમાં 2 શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે કુલ રૂ.28,790 રોકડ અને 208 ગંજીપત્તા જોડી જપ્ત કરી, જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં જુગારના ચાર દરોડામાં છ મહિલા સહિત 19 જુગારીઓ ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી તેજ કરી ચાર અલગ અલગ સ્થળોએ દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહિલા સહિત કુલ 19 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે જામજોધપુરના દરોડામાં બે શખ્સો પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. ચારેય કાર્યવાહીમાં કુલ રૂ.28,790 રોકડ તથા ગંજીપત્તાની 208 જોડી અને જામજોધપુરના દરોડામાં મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ 12 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામજોધપુર પોલીસની ટીમ રાત્રિના કોમ્બિંગમાં હતી દરમિયાન ગાય સર્કલ પાસે ઘાસ ગોડાઉન નજીક જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રાત્રિના આશરે દોઢ વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને જોઈ સાત પૈકી બે શખ્સો નાસી છૂટ્યા હતા, જ્યારે મેહુલભાઈ વસ્તાભાઈ પાટડીયા (ઉ.વ.32), ચંદ્રેશભાઈ કિશોરભાઈ વરાણીયા (ઉ.વ.38), કાનજીભાઈ જીકાભાઈ વાઘેલા (ઉ.વ.38), ભાવેશભાઈ અશોકભાઈ ડાભી (ઉ.વ.35) અને પ્રકાશચંદ્ર ભુપતભાઈ બુદરીયા (ઉ.વ.31) ઝડપાઈ ગયા હતા. નાસી છૂટેલા ભરતભાઈ ધામેચા અને રમેશભાઈ મંગાભાઈ બુદરીયા સામે પણ ગુનો નોંધાયો છે. પોલીસે રૂ.13,400 રોકડ, ગંજીપત્તા અને રૂ.35,000ની મોટરસાઇકલ મળી કુલ રૂ.48,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કાલાવડ ટાઉન પોલીસે કારમીરપરા વિસ્તારમાં મનસુખભાઈ લખમણભાઈ પરમારના ઘર પાસે જાહેર રોડ પર દરોડો પાડી ગોળ કુંડાળું વળી તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા મનસુખભાઈ લખમણભાઈ પરમાર (ઉ.વ.38), ચંપાબેન દિનેશભાઈ ગોહેલ (ઉ.વ.50), નીરુબેન દેવરાજભાઈ દેશવાણીયા (ઉ.વ.35) અને હુશેનભાઈ જુમાભાઈ શેખ (ઉ.વ.28) પાસેથી અંગઝડતીમાંથી રૂ.3,700 તથા જુગારના સ્થળેથી રૂ.750 મળી કુલ રૂ.4,450 રોકડ અને ગંજીપત્તા કબજે કરાયા હતા. આ કાર્યવાહીમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ-54, વિશ્રામવાડી ચોક ખાતે શિવમ એપાર્ટમેન્ટ પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ચાર મહિલા સહિત છ શખ્સોને ઝડપી લીધા હતા. રશ્મીબેન હિંમતભાઈ કટારમલ, મનિષાબેન શાંતીલાલ ચાંદ્રા, હિમંતભાઈ અશ્વિનભાઈ કટારમલ, નીલમબેન રાજેશભાઈ મંગે, ભારતીબેન દીપકભાઈ ગોરી અને જયેશભાઈ અરવિંદભાઈ સેજપાલ પાસેથી અલગ અલગ અંગઝડતીમાં રોકડ તથા જુગારના સ્થળેથી મળી આવેલી રોકડ સાથે કુલ રૂ.10,190 અને ગંજીપત્તા કબજે કરવામાં આવ્યા હતા. તમામ છ સામે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોવાથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3) મુજબની નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.
જામનગરના રામનગર વિસ્તારમાં જય સ્ટુડિયોવાળી શેરીમાં સ્ટ્રીટલાઇટના અજવાળે ગોળ કુંડાળુંવાળી તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સુલતાનભાઈ મામદભાઈ સફીયા (ઉ.વ.32), જાવીદભાઈ સરીફભાઈ સફીયા (ઉ.વ.32) અને સાબાજભાઈ શબીરભાઈ સફીયા (ઉ.વ.25) સહિત ચાર શખ્સો ઝડપાયા હતા. પોલીસે જુગારના સ્થળેથી મળેલી રોકડ સહિત કુલ રૂ.750 રોકડા અને ગંજીપત્તા કબજે કરી જુગારધારા કલમ 12 હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.