Jamnagar

જામનગર જિલ્લામાં જુગારના 3 દરોડામાં 16 જુગારીઓ ઝડપાયા : રૂ.31,660નો મુદ્દામાલ કબજે

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં પોલીસે જુગારની બદી ડામવા 3 સ્થળોએ દરોડા પાડ્યા હતા. નાગેશ્વર કોલોની, અલિયાબાડા અને દેડકદડ ગામમાંથી કુલ 13 શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂ. 31,660 રોકડ અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દેડકદડમાં 4 શખ્સો નાસી છૂટ્યા હતા, પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં જુગારના 3 દરોડામાં 16 જુગારીઓ ઝડપાયા : રૂ.31,660નો મુદ્દામાલ કબજે

Jamnagar Gambling Raid : જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે જુગારની બદીને ડામવા હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી તીનપત્તીનો જુગાર રમતા કુલ 13 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે દેડકદડના દરોડા દરમિયાન ચાર શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે ત્રણેય દરોડામાંથી કુલ રૂ.31,660ની રોકડ તથા ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
જામનગર શહેરમાં સીટી બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે નાગેશ્વર કોલોનીમાં લાકડાના બેન્સા પાસે જાહેરમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કિશન ધીરુભાઈ પરમાર (25), મિલન ડાયાભાઈ શિયાળ (25), મિલન ધીરુભાઈ શિયાળ (23) અને વિમલ ભાવેશભાઈ બારીયા (19)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.11,120ની રોકડ કબજે કરવામાં આવી હતી.
બીજા બનાવમાં પંચકોશી એ ડિવિઝન પોલીસે અલિયાબાડા સિતારામનગરમાં સરકારી શાળા પાસે જાહેરમાં દરોડો પાડી કિશોરભાઈ ચનાભાઈ સોલંકી (54), સુરેશભાઈ રમેશભાઈ રાઠોડ (40), નરેશભાઈ જેન્તીભાઈ પરમાર (45), ભરતભાઈ જલાભાઈ રાઠોડ (35) અને નવીનભાઈ નાથાભાઈ ચુડાસમા (54)ને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.10,340ની રોકડ અને ગંજીપત્તા કબજે કર્યા હતા.
આ ઉપરાંત ધ્રોલ પોલીસે દેડકદડ ગામમાં મેલડી માતાજીના મંદિર પાછળ આવેલા વોકળામાં દરોડો પાડી મહીપતસિંહ બળવંતસિંહ જાડેજા (53), ભુપતભાઈ ખોડાભાઈ કુંભારવાડીયા (40), કિરીટસંગ ઉમેદસંગ જાડેજા (50) અને ગુણવંતસિંહ હરધોળજી જાડેજા (63) સામે કાર્યવાહી કરી હતી. પોલીસે સ્થળ પરથી રૂ.10,200ની રોકડ અને ગંજીપત્તા કબજે કર્યા હતા. જોકે રેઇડ દરમિયાન વનરાજસિંહ સાવજુભા જાડેજા, ધર્મેંદ્રસિંહ દેવીસિંહ જાડેજા, દિલીપભાઈ મોહનભાઈ જાખેલીયા અને ચીનાભાઈ નાથાભાઈ નાસી છૂટ્યા હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે.
આમ, ત્રણેય દરોડામાં પોલીસે કુલ રૂ.31,660ની રોકડ રકમ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.