Jamnagar

ધ્રોળના લતીપર ગામની સીમમાં ઝેરી દવાની અસરથી 12 વર્ષીય બાળકીનું મોત

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં હિતેષભાઈ રામાણીની વાડીમાં 28 ઓગસ્ટે 12 વર્ષીય બાળકી સેમ્પાબેન દિનેશભાઈ બાંભણીયા રમતી હતી. રમતાં-રમતાં તેણે ભૂલથી ઝેરી દવા ભરેલા ડબલામાંથી પાણી પી લીધું. ઝેરી અસર થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ, પરંતુ દુર્ભાગ્યે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ધ્રોલ પોલીસે કલમ 194 હેઠળ ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોળના લતીપર ગામની સીમમાં ઝેરી દવાની અસરથી 12 વર્ષીય બાળકીનું મોત

Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં ખેતરમાં રમતી 12 વર્ષીય બાળકી દ્વારા ભૂલથી ઝેરી દવા ભરેલા ડબલામાંથી પાણી પી લેતાં ઝેરી અસર થઈ હતી. સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, લતીપર ગામની સીમમાં હિતેષભાઈ પાંચાભાઈ રામાણીની વાડીમાં રહેતા દિનેશભાઈ બાંભણીયા અને તેમની પત્ની મગફળીના પાકમાં નિંદામણનું કામ કરતા હતા. તા.28 ઓગસ્ટના રોજ સવારે તેમની 12 વર્ષીય પુત્રી સેમ્પાબેન તથા અન્ય નાના બાળકો ઓરડી પાસે રમતા હતા. તે દરમિયાન સેમ્પાબેને ભૂલથી ઝેરી દવા ભરેલા ડબલામાંથી પાણી પી લેતાં ઝેરી અસર થઈ હતી.
બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે.