Jamnagar

જામનગર શહેર અને જિલ્લામાં જુગારના 9 દરોડામાં 12 શખ્સો ઝડપાયા

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં પોલીસે જુગાર સામે સપાટો બોલાવ્યો છે. જિલ્લામાં 9 દરોડા પાડી કુલ 12 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે એકી-બેકી તથા વરલી મટકાના જુગારના કુલ રૂ.3,020 રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. સીટી-એ, કાલાવડ ગ્રામ્ય, મેઘપર-પડાણા અને પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે વિવિધ સ્થળોએથી જુગારીઓને પકડી પાડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને જિલ્લામાં જુગારના 9 દરોડામાં 12 શખ્સો ઝડપાયા

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે વિવિધ પોલીસ મથકો હેઠળ અલગ અલગ સ્થળે નવ દરોડા પાડી કુલ 12 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસની કાર્યવાહીમાં એકી-બેકી તથા વરલી મટકાના જુગારના કુલ રૂ.3,020ની રોકડ રકમ ઉપરાંત જુગારનો સામાન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સીટી-એ ડિવિઝન પોલીસે સાત રસ્તા સર્કલ પાસે બે અલગ દરોડા પાડી એકી-બેકીનો જુગાર રમતા મહેન્દ્રસિંહ જાડેજા તથા હુશેન નોતિયારને રૂ.460 સાથે અને હબીબ સમા તથા મકબૂલ ઉર્ફે નટો દેખાનને રૂ.860 સાથે ઝડપી લીધા હતા.
કાલાવડ ગ્રામ્ય પોલીસે નીકાવા ગામના જુદા જુદા બે સ્થળે કાર્યવાહી કરી ભરત દાફડાને વરલી મટકાના આંકડા લખતા રૂ.400ના મુદ્દામાલ સાથે તથા ગિરીશ ઉર્ફે ઉખેડિયો બુસાને રૂ.350ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
મેઘપર-પડાણા પોલીસે મોટી ખાવડી ગામના સ્મશાન પાસે પ્રવિણ લાલવાણીને રૂ.160ના મુદ્દામાલ સાથે તથા પડાણા ગામે બાપા સીતારામ મઢુલી પાસે ઉદય રાવલને રૂ.150ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે ધુવાવ હાઉસિંગ બોર્ડના ગરબીચોક પાસેથી ભગીરથસિંહ ઝાલાને રૂ.230, હાપા ચાંદની ચોક ટાવર પાસેથી ભરત મકવાણાને રૂ.220 તથા ધુવાવ હાઉસિંગ બોર્ડના ગરબીચોક પાસેથી ઇસ્માઇલ શેખને રૂ.190ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આમ, જુગારના નવ અલગ કેસમાં કુલ 12 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તમામ સ્થળેથી રોકડ રકમ, વરલી મટકાની ચિઠ્ઠીઓ, જુગારનો સામાન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.