Jamnagar

જામનગર શહેર અને જિલ્લામાં જુગારના 12 દરોડા : 36 શખ્સો ઝડપાયા, રૂ.91,760ની રોકડ સહિત મુદ્દામાલ કબજે

By GS Team
1 Sep 20263 mins read
TukuTouch Logo
જામનગર શહેર-જિલ્લામાં પોલીસે જુગાર સામે સઘન કાર્યવાહી કરી. 24 કલાકમાં 12 સ્થળોએ દરોડા પાડી 36 શખ્સોને ઝડપ્યા. ચાર શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે કુલ રૂ. 91,760 રોકડા, ગંજીપત્તા અને વર્લી-મટકાનો સામાન જપ્ત કર્યો. આ કાર્યવાહી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને જિલ્લામાં જુગારના 12 દરોડા : 36 શખ્સો ઝડપાયા, રૂ.91,760ની રોકડ સહિત મુદ્દામાલ કબજે

Jamnagar Gambling Raid : જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 36 શખ્સો ઝડપાયા હતા, જ્યારે નાની લાખાણીના દરોડામાં ચાર શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસ દ્વારા તમામ કાર્યવાહીમાં કુલ રૂ.91,760ની રોકડ તથા ગંજીપત્તા અને વર્લી-મટકાનો સામાન કબજે કરવામાં આવ્યો હતો.
જામનગર સીટી-બી ડિવિઝન પોલીસે વેલનગર પુલ નીચે જાહેરમાં એકી-બેકીના આંકડા ઉપર જુગાર રમતા જાવેદ હુશેન મકરાણી (33) અને રાજુભાઈ કેશુભાઈ ચૌહાણ (62)ને ઝડપી લઈ રૂ.310ની રોકડ કબજે કરી હતી. એ જ પોલીસે રામેશ્વરનગરના નવજીવન સોસાયટી વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા જાગૃતીબેન બાબુભાઈ જાદવ (46), મીનાબેન ધર્મેશભાઈ મારૂ (40), હેતલબેન હસમુખભાઈ જાડેજા (40), ચેતનબેન જીગ્નેશભાઈ ડોડીયા (42), જયશ્રીબા હરદેવસિંહ રાણા (47) અને મુકેશભાઈ કુવરજીભાઈ ગોરી (50)ને ઝડપી રૂ.16,660 રોકડ અને ગંજીપત્તા કબજે કર્યા હતા.
પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે હાપા ખારી વિસ્તારમાં દશામાના મંદિર પાસે જાહેરમાં તીનપત્તી રમતા રાજેશભાઈ વાલાભાઈ બેરડીયા (53), પ્રશાંતભાઈ કિશોરભાઈ રણોલીયા (21), કારીબેન હરજીભાઈ સાલાણી (35) અને ગીતાબેન નાનજીભાઈ ઝીંઝુવાડીયાને (50) ઝડપી રૂ.4,840 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ટોયોટા કારના શોરૂમ સામે વર્લી-મટકાના આંકડા લખતા શબ્બીર અબ્બાસભાઈ રફાઈ (32)ને રૂ.320 રોકડ તથા વર્લી-મટકાનો સામાન સાથે ઝડપી લેવાયો હતો. હાપા રેલવે સ્ટેશન નજીક મામા સાહેબના મંદિર પાસે વર્લી-મટકાના આંકડા લખતા મેહબુબભાઈ નુરમામદભાઈ શેખ (47)ને રૂ.280 રોકડ તથા સાહિત્ય સાથે ઝડપી લેવાયો હતો.
જામજોધપુર પોલીસે હોથીજી ખડબા ગામે કાળેશ્વર મહાદેવ મંદિર પાસે વડના ઝાડ નીચે તીનપત્તી રમતા આનંદભાઈ ખીમજીભાઈ ડાંગર (48), દિવ્યેશભાઈ સવદાસભાઈ બારડ (26), સુરેશભાઈ જગાભાઈ ડાંગર (45), કમલેશપરી લાલપરી ગોસ્વામી (43) અને મહેશભાઈ સોમાભાઈ કરંગીયા (30)ને ઝડપી રૂ.10,540 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. ગાય સર્કલ પાસે વર્લી-મટકાના આંકડા લખતા રવિભાઈ ધિરૂભાઈ ઝિંઝુવાડીયા (25) પાસેથી રૂ.110, આંકડા લખેલી કાપલી અને બોલપેન તથા પાટણ ગામે બસ સ્ટેન્ડ પાસે વર્લી-મટકાના આંકડા લખતા શૈલેષભાઈ ઉકાભાઈ પરમાર (32) પાસેથી રૂ.80, આંકડા લખેલી કાપલી અને બોલપેન કબજે કરાયા હતા.
દરમિયાન મેઘપર-પડાણા પોલીસે મોડપર ગામની વીળા વાડી સીમમાં ધાર ઉપર બેટરીના અજવાળે તીનપત્તી રમતા જેશાભાઈ દેવાતભાઈ વરૂ (45), વેજાણંદ વિરાભાઈ આંબલીયા (42), સાજણભાઈ રણમલભાઈ કનારા (55), સંદીપ બાબુભાઈ તરાવીયા (32), ભીખુભાઈ આલાભાઈ ગોજીયા (39) અને હમીરભાઈ ભીખાભાઈ કેસરીયા (49)ને ઝડપી રૂ.27,610 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા. આ જ પોલીસે કાનાલુસ ગામે પાણીના ટાંકા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તી રમતા શબીર કાસમભાઈ સાટી (41), કરીમ સમસુદીનભાઈ જીનાણી (41), પ્રવિણપરી મનુપરી ગુસાઈ (45), સાગર અભેસિંહ ચૌહાણ (37), ધર્મેન્દ્રભાઈ વાઘજીભાઈ કચ્છવા (50) અને સોકત નઝરઅલી જીનાણી (45)ને ઝડપી રૂ.11,160 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.
પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે નાની લાખાણી ગામે વાડી પાસે લીંબડાના ઝાડ નીચે તીનપત્તી રમતા મનદિપસિંહ પ્રદ્યુસિંહ જાડેજા (23), યુવરાજસિંહ ઉર્ફે અનિરુધ્ધસિંહ વસરુભા જાડેજા (33), ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (37) અને હર્ષદિપસિંહ સિધ્ધરાજસિંહ ઝાલા (23)ને ઝડપી રૂ.10,150 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા, જ્યારે અન્ય ચાર શખ્સો નાસી છૂટ્યા હતા.
જામનગર સીટી-બી ડિવિઝન પોલીસે બેડેશ્વર એકડેએકબાપુ વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા દિનેશકુમાર સુરેશકુમાર ગૌડ (36), રોકી હિરાસિંહ રાજપુત (31), ગીરીરાજ સુભાષભાઈ સોની (31), રમેશકુમાર રામબલી ગૌડ (39), કુલદીપ લાયકસિંહ રાજપુત (33) અને ઇરસાદખાન કાદીરઅલી પઠાણ (29)ને ઝડપી રૂ.10,100 તથા ગંજીપત્તા કબજે કર્યા હતા.
આમ, જામનગર શહેર-જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે હાથ ધરાયેલી કુલ 12 કાર્યવાહીમાં 36 શખ્સો પોલીસના હાથે ઝડપાયા હતા, ચાર શખ્સો નાસી છૂટ્યા હતા અને કુલ રૂ.91,760ની રોકડ રકમ ઉપરાંત ગંજીપત્તા તથા વર્લી-મટકાનો સામાન કબજે કરવામાં આવ્યો હતો.