જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા 5 મહિલા સહિત 10 જુગારીઓ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સ્ત્રી-પુરુષ સહિત કુલ 10 શખ્સોને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોટરસાઇકલ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.1,27,700નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લામાં દારૂ-જુગારના કેસો શોધી કાઢવા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા એલ.સી.બી.ને સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે ગોકુલનગર શેરી નં.3-4, રમેશ હાર્ડવેરવાળી શેરી ખાતે જાહેરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ગંજીપાના વડે જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.47,200, એક મોટરસાઇકલ કિંમત રૂ.60,000 તથા પાંચ મોબાઇલ ફોન કિંમત રૂ.20,500 મળી કુલ રૂ.1,27,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં ઇમ્તિયાઝ સબીરભાઇ પઠાણ, હરેશભાઇ નાનજીભાઇ ધંધુકિયા, રાજુભાઇ ઘેલાભાઇ ઝિંઝુવાડીયા, રવિભાઇ અશોકભાઇ રાઠોડ, હસુભાઇ નાનજીભાઇ ધંધુકિયા, વિશાભાઇ હંસરાજભાઇ લુદરીયા, રવિનામાસી ગુરુ જ્યોત્સનાબેન પાટડીયા, જયાબેન વિશાભાઇ લુદરીયા, ભારતીબેન સોહીલભાઇ પાટડીયા અને પ્રિયાબેન ભીમાભાઇ મથરનો સમાવેશ થાય છે.




