World

મેચ રમશો તો જ મળશે વાર્ષિક કોન્ટ્રાક્ટ, BCCI લાવવા જઈ રહ્યું છે નવો નિયમ, ખેલાડીઓની વધશે મુશ્કેલીઓ!

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
BCCI ખેલાડીઓના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. હવે, શાનદાર પ્રદર્શન ઉપરાંત 'મેચ માટેની ઉપલબ્ધતા' પણ કોન્ટ્રાક્ટ માટે મહત્વની શરત બનશે. તાજેતરમાં ઘણા મુખ્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા મોટી મેચો ચૂકી ગયા હતા. બોર્ડ ખેલાડીઓની ફિટનેસ અને હાજરી પર નજર રાખવા એક ફોર્મ્યુલા પર ચર્ચા કરી રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટ માટે ન્યૂનતમ મેચોની ઉપલબ્ધતા નક્કી કરાશે. આ વિચાર હજુ પ્રારંભિક તબક્કામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેચ રમશો તો જ મળશે વાર્ષિક કોન્ટ્રાક્ટ, BCCI લાવવા જઈ રહ્યું છે નવો નિયમ, ખેલાડીઓની વધશે મુશ્કેલીઓ!

BCCI New Rule Match Availability Criteria: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓને આપવામાં આવતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે, જેની સીધી અસર ખેલાડીઓ પર પડશે. અત્યાર સુધી ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શન અને સિનિયોરિટીના આધારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળતો હતો. પરંતુ હવે BCCI 'મેચ માટેની ઉપલબ્ધતા' (Match Availability) ને પણ એક મહત્વની શરત બનાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, બોર્ડ એ ચકાસશે કે તમે રમવા માટે કેટલી મેચોમાં ફિટ અને ઉપલબ્ધ હતા.

ખેલાડીઓ માટે લેવાશે નિર્ણય

છેલ્લા કેટલાક મહિનાઓમાં ટીમ ઈન્ડિયાના ઘણા મુખ્ય ખેલાડીઓ સતત ઈજાગ્રસ્ત થયા છે, જેના કારણે તેમણે ઘણી મોટી મેચો ગુમાવવી પડી છે. આ વાતને ધ્યાનમાં રાખીને બોર્ડ ઈચ્છે છે કે, ખેલાડીઓ વધુમાં વધુ મેચો માટે ફિટ રહે.

ખેલાડીઓને લઈને BCCI કડક

BCCI હાલમાં એક એવા ફોર્મ્યુલા પર ચર્ચા કરી રહ્યું છે, જેમાં આખી સીઝન દરમિયાન ખેલાડીની ફિટનેસ અને હાજરી પર નજર રાખવામાં આવશે. બોર્ડ એક મર્યાદા નક્કી કરી શકે છે કે, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે કોઈપણ ખેલાડીએ ઓછામાં ઓછી કેટલી મેચો રમવા માટે ઉપલબ્ધ રહેવું જ પડશે.

શું આ નિયમ લાગુ થઈ ગયો છે?

BCCI ના એક સૂત્રએ જણાવ્યું કે, આ વિચાર હજુ બિલકુલ પ્રારંભિક તબક્કામાં છે. હાલ માત્ર બોર્ડની અંદર આ અંગે વાતચીત ચાલી રહી છે. આવો નિયમ લાગુ કરવો યોગ્ય અને શક્ય બનશે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

જોકે, જો આ નિયમ પસાર થઈ જશે, તો ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે માત્ર સારું રમવું જ પૂરતું નહીં હોય, પરંતુ ટીમ માટે હંમેશા ફિટ રહેવું પણ કરોડોના કોન્ટ્રાક્ટની ગેરંટી બનશે.