World

ઓપનએઆઈના ડોટ્સ સાથે દરેક યુઝર સાથે એક કર્મચારી જોડાયો

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં OpenAI એ "ડોટ્સ" નામનો નવો AI એજન્ટ લોન્ચ કર્યો છે. આ એજન્ટ યુઝરના આસિસ્ટન્ટ તરીકે કામ કરશે અને ક્લાઉડ કમ્પ્યુટર તથા બ્રાઉઝર સાથે 4,000થી વધુ એપ્સને સપોર્ટ કરશે. ડોટ્સ એકવાર કામ સોંપ્યા પછી યુઝરના સંપર્કમાં રહીને સતત અપડેટ આપશે અને જરૂર પડ્યે મંજૂરી પણ માંગશે. હાલ તે ChatGPT પ્રો અને બિઝનેસ પ્રીમિયમ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓપનએઆઈના ડોટ્સ સાથે દરેક યુઝર સાથે એક કર્મચારી જોડાયો
  • યુઝરના આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે
  • તેની પાસે પોતાનું ક્લાઉડ કમ્પ્યુટર અને બ્રાઉસર ૪,૦૦૦થી વધુ એપ્સ સાથે સૌથી વ્યાપક કનેક્ટિવીટી

કેલિફોર્નિયા : ઓપનએઆઈના ચેટબોટ ચેટજીપીટી વિશે સૌ કોઈ જાણે છે. કંપનીએ ડોટ્સ નામના એઆઈ એજન્ટ સાથે યુઝર્સના કામની જવાબદારી લીધી છે. ડોટ્સ ઓલવેઝ ઓન એજન્ટ તરીકે કામ કરે છે. જે એક વખત કામ સોંપાયા બાદ યુઝર અન્ય કામમાં બિઝી હોય તો પણ પોતાનું કામ કરતું રહે છે. તેની પાસે પોતાનું ક્લાઉડ કમ્પ્યુટર અને બ્રાઉસર છે. તે પોતાના ક્લાઉડ એન્વાર્નમેન્ટમાં વેબ બ્રાઉસ કરી શકે છે અને યુઝરે જોડેલી એપ સાથે કામ કરી શકે છે. તે કુલ ૪,૦૦૦ એપ્સને સપોર્ટ કરે છે.
ડોટને એક પ્રોમ્પ્ટ આપ્યા પછી ભૂલી જવાનું નથી હોતું. તે કામ કરતી વખતે અપડેટ્સ અને સવાલો સાથે યુઝરના સતત કોન્ટેક્ટમાં રહે છે.
જો કોઈ નિર્ણય માટે માણસની પસંદગી અથવા મંજૂરીની જરૂર હોય તો તે યુઝરને સવાલ કરે છે.
જેમ કે, ઈમેઈલ કરતા પહેલા અથવા ખરીદી કરતા પહેલા યુઝરની મંજૂરી લે છે. ડેવલપર પોતાના ડોટને કસ્ટમર ફીડબેકના આધારે એપમાં ફેરફાર કરવા અને તેનું ટેસ્ટિંગ કરવા કહી શકે છે. તેને સોશિયલ મીડિયા પોસ્ટ બનાવવા પણ કહી શકાય છે.
તે ફૂડ ડિલિવરી એપમાં જઈને યુઝર માટે ચોક્કસ સમયે ડિનર ઓર્ડર કરી શકે છે. હાલ તેને ચેટજીપીટી પ્રો અને બિઝનેસ પ્રીમિયમ યુઝર્સ માટે સિલેક્ટ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેને ચેટજીપીટી વેબ, મોબાઈલ અને ડેસ્કટોપ પર કનેક્ટ કરી શકાય છે.
યુઝર તેને પર્સનાલાઈઝ પણ કરી શકે છે. માઈક્રોસોફ્ટ, ઓપનએઆઈ સાથે મળીને ડોટ્સને માઈક્રોસોફ્ટ એજન્ટ ૩૬૫ તૈયાર કરી રહ્યું છે. આ સાથે જ સ્પેશિયલ ડોટ્સને વિવિધ કંપનીઓની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.