Get The App

ભારત- અમેરિકાના ટ્રેડ- ડીલ સાથે ટ્રમ્પે કાશ્મીર અંગે પાકિસ્તાનને કડક સંદેશો આપી દીધો

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
ભારત- અમેરિકાના ટ્રેડ- ડીલ સાથે ટ્રમ્પે કાશ્મીર અંગે પાકિસ્તાનને કડક સંદેશો આપી દીધો 1 - image

- 'અમેરિકાનું વલણ બહુ સ્પષ્ટ છે તેમાં કશો ફેરફાર થશે નહીં અમેરિકાનું રાજકીય નેતૃત્વ ભારતના રાજકીય નકશા સાથે સંમત છે'

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, પાકિસ્તાન તે મુદ્દાએ ભલે ગમે તેટલો વિવાદ કરે પરંતુ તે અંગે સૌથી વધુ કડક વલણ અપનાવવા સાથે જમ્મુ અને કાશ્મીરને સ્પષ્ટત: ભારતનું અભિન્ન અંગ ગણતો દેશ, તે બીજો કોઈ નહીં પરંતુ વિશ્વની સૌથી સબળ તાકાત તેવો અમેરિકા છે.

અમેરિકાની વ્યાપાર પ્રતિનિધિ ઑફિસે ભારતનો એક નકશો પ્રકાશિત કર્યો છે જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યું છે. તેમાં પાકિસ્તાને ગેરકાયદે કબ્જે કરેલો કહેવાતો 'આઝાદ કાશ્મીર'ના પ્રદેશ પણ સમગ્ર કાશ્મીરમાં સામેલ કરેલો છે.

અમેરિકાનું વલણ બહુ સ્પષ્ટ છે તેમાં કશી બાંધછોડ નથી પરંતુ નક્કર સત્ય છે.

ટ્રમ્પ પ્રશાસને સંકેત આપ્યો છે કે, અમેરિકાનું નેતૃત્વ ભારતના રાજકીય નકશા સાથે સંમત છે, તે વાસ્તવિકતાનું સમર્થન કરે છે, નિરાધાર ક્ષેત્રીય દાવાનું સમર્થન કરતું નથી.

અમેરિકાએ જ પ્રસિદ્ધ કરેલો આ નકશો જોતાં પાકિસ્તાનને આંચકો તો લાગ્યો જ હશે, કારણ કે માત્ર થોડા જ દિવસો પહેલાં સુધી તે પાકિસ્તાન પોતાને અમેરિકાનું સૌથી 'નજીક'નું રાજ્ય માની રહ્યું હતું અને તેણે અમેરિકાની નિકટતા દર્શાવવામાં કોઈ કસર છોડી નથી પરંતુ અમેરિકાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે કાશ્મીર અંગે તેનું શું સ્ટેન્ડ છે.

ભારત- અમેરિકા ટ્રેડ- ડીલની સાથોસાથ અમેરિકા દ્વારા લેવાયેલું આ વલણ ઇસ્લામાબાદ માટે ખૂબ જ શર્મજનક છે તેણે હમણાં જ ટ્રમ્પ સાથે સારા સંબંધો બાંધવા પ્રયત્નો હાથ ધર્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેનાપ્રમુખ મુનીર જેઓ પોતાને 'ફીલ્ડ માર્શલ' કહેવડાવે છે તે બંનેએ, અમેરિકાના પાવર- કોરિડોરમાં 'પેરવી' કરવા માટે અમેરિકાની ઘણી યાત્રાઓ કરી હતી છતાં એવું લાગે છે કે પાકિસ્તાને દાયકાઓ સુધી ફેલાવી રાખેલા અસત્યને સ્વીકારવા માટે, તેને રાજી કરવામાં તે બંનેને સફળતા મળી નથી.

ઇસ્લામાબાદના આ પ્રયાસોથી પાડોશી દેશોમાં પણ સત્તા સમીકરણોમાં બદલાવ થવાના સંકેતો મળી રહ્યા છે ત્યાં મુનીરના 'નેતૃત્વ'ને એક તરફ રાખી પોતાને જ પાકિસ્તાનના નેતા ઘોષિત કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

જો કે, હજી અમેરિકાને પાકિસ્તાનમાં રસ છે. ખાસ કરીને દુર્લભ ખનિજો તથા સૈન્ય સાધનના વેચાણમાં યુ.એન.ને રસ છે તેમ છતાં અમેરિકાએ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે, તે પાકિસ્તાનના અનુચિત દાવાઓને તો સ્વીકાર નહીં જ કરે.