Get The App

'હવે મૂંગા રહેશો ?' : ઇઝરાયેલી રાજદૂતનો યુ.એન.નાં અઘિકારી સાથે ખુલ્લા ખુલ્લા ઝઘડો

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
'હવે મૂંગા રહેશો ?' : ઇઝરાયેલી રાજદૂતનો યુ.એન.નાં અઘિકારી સાથે ખુલ્લા ખુલ્લા ઝઘડો 1 - image

- ન્યૂયોર્કમાં યોજાયેલા એક કાર્યક્રમમાં યુ.એન.નાં અધિકારી પ્રેમીલા મારૂને ઇઝરાયલ પર આક્ષેપો કરતાં ઇઝરાયેલી રાજદૂત ડેની ડનેન ભડકી ઊઠયા

નવી દિલ્હી : ન્યૂયોર્કમાં યોજાયેલી એક બેઠકમાં ઇઝરાયલી રાજદૂત યુએનનાં અધિકારી પ્રેમીલા મારૂન સાથે ખુલ્લેઆમ ઝઘડી પડતાં બેઠકમાં ઘડીભર અશાંતિ સર્જાઈ હતી. યુએનની આ બેઠકમાં ચર્ચાનો મુદ્દો હતો 'ધી એલિમીનેશન ઓફ સેક્સ્યુઅલ વાયોલન્સ ઈન કોંફિલકટ' (યુદ્ધ દરમિયાન થતા કામુક હુમલાઓ). તે મુદ્દે પ્રેમીલા મારૂને ઇઝરાયલની ટીકા કરતાં કહ્યું કે ઇઝરાયલને આવા દુષ્કૃત્યો માટે બ્લેક-લિસ્ટમાં મુકવું જોઈએ. તેથી ઇઝરાયેલી રાજદૂત ડેમી ડનેન ભડતી ઊઠયા હતા. અને કહ્યું હતું કે તમે પણ સેક્રેટરી જનરલની સાથે મળી ગયાં છો. તમોને ઇઝરાયેલ પર આક્ષેપો કરવાની ધૂન લાગી હોય તેમ લાગે છે. તેઓએ પ્રેમીલા મારૂન સાથે યુનોના મહામંત્રી એન્ટોનીયો ગુટ્ટેરસને પણ લઈ લીધા હતા. આ પછી અન્ય સભ્યોએ મામલો થાળે પાડયો હતો.

આ તબક્કે યુએનના એક અન્ય અધિકારી વાને સા ફ્રેઈઝર પ્રેમીલા મારૂનની સહાયે આવી ગયાં અને ડેનની ઉપર યુએનના સ્ટાફ ઉપર વ્યક્તિગત (અંગત) પ્રહારો કરવાનો વળતો આક્ષેપ કર્યો ત્યારે ડેનન ફરીથી ધૂંધવાઈ ઊઠયા હતા, અને વાનેસાની સામું જોઈ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું. 'હવે મૂંગા રહેશો ?' અમે તો યુએનના સભ્ય દેશ છીએ જ્યારે તમે તો તેનાં કર્મચારી માત્ર છો. મૂંગા રહો અને તમારા શરમજનક રીપોર્ટ ઉપર ઘડવાળી દો.

તે સહજ અને સર્વવિદિત છે કે આટલી પ્રતિષ્ઠિત વૈશ્વિક સંસ્થામાં સામાન્યત: સુષ્ટુ ભાષા વપરાતી હોય છે. તેમાં જો યુએનના કર્મચારીઓ ઉપર તો પ્રહારો ભાગ્યે જ થાય છે. કારણ કે તેઓને રાજકીય બાબતો સાથે સીધો સંબંધ હોતો નથી. તેમાં શુક્રવારે યોજાયેલી આ તડાતડી ખેદજનક બની રહી.