World

ટ્રમ્પે કર્યો દગો! ખોટી રીતે વેપાર કરનારા દેશોની યાદીમાં ભારતનું નામ, નવો ટૅરિફ બોમ્બ ફૂટશે?

By GS Team
3 Jun 20262 mins read
TukuTouch Logo
એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા માટે નવી દિલ્હીમાં મેગા ટ્રેડ ડીલ (Trade Deal) ને અંતિમ ઓપ આપવા વરિષ્ઠ અધિકારીઓની બેઠકો ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અમેરિકાએ પાછળથી મોટો ઝટકો આપ્યો છે. અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR) એ એક પ્રસ્તાવ જાહેર કરીને ભારત સહિત તેના કેટલાક અગ્રણી વ્યાપારિક ભાગીદારો પર 10% થી 12.5% સુધીનો વધારાનો ટેરિફ (આયાત ડ્યુટી) લગાવવાની ભલામણ કરી છે. અમેરિકાના આ બેવડા વલણને કારણે ભારતીય નિકાસકારો અને બજારમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે કર્યો દગો! ખોટી રીતે વેપાર કરનારા દેશોની યાદીમાં ભારતનું નામ, નવો ટૅરિફ બોમ્બ ફૂટશે?

USTR and India : એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા માટે નવી દિલ્હીમાં મેગા ટ્રેડ ડીલ (Trade Deal) ને અંતિમ ઓપ આપવા વરિષ્ઠ અધિકારીઓની બેઠકો ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અમેરિકાએ પાછળથી મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ કાર્યાલયે(USTR) એક પ્રસ્તાવ જાહેર કરીને ભારત સહિત તેના કેટલાક અગ્રણી વ્યાપારિક ભાગીદારો પર 10%થી 12.5% સુધીનો વધારાનો ટૅરિફ (આયાત ડ્યુટી) લગાવવાની ભલામણ કરી છે. અમેરિકાના આ બેવડા વલણને કારણે ભારતીય નિકાસકારો અને બજારમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.

શું છે આખો વિવાદ અને સેક્શન 301?

અમેરિકાના વર્ષ 1974ના ટ્રેડ ઍક્ટ હેઠળ ‘સેક્શન 301’ (Section 301) એક એવો કાયદો છે જે USTRને અન્ય દેશોની વ્યાપાર નીતિઓની તપાસ કરવાનો અને જો તે અમેરિકાના હિતોની વિરુદ્ધ લાગે તો જવાબી કડક કાર્યવાહી (જેમ કે વધારાનો ટૅરિફ કે પ્રતિબંધ) કરવાનો અધિકાર આપે છે. USTRએ આ અંતર્ગત હાથ ધરેલી 60 જેટલી તપાસના પરિણામો જાહેર કર્યા છે, જેમાં ભારત સહિત વિશ્વની 54 અર્થવ્યવસ્થાઓને એવી યાદીમાં મૂકવામાં આવી છે જેઓ કથિત રીતે 'અનુચિત વ્યાપાર પ્રણાલી' અપનાવે છે.

જબરન શ્રમ(Forced Labor)નો આરોપ

અમેરિકન આકલન અનુસાર, ભારત પાસે બંધુઆ કે જબરદસ્તીથી કરાવવામાં આવતી મજૂરી (Forced Labor) દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓની આયાત અટકાવવા માટે પૂરતા કે અસરકારક કાનૂની ઉપાયો ઉપલબ્ધ નથી. અમેરિકાની દલીલ છે કે આવા સસ્તા ઉત્પાદનો વૈશ્વિક બજારમાં અસમાન સ્પર્ધા ઊભી કરે છે, જેનાથી અમેરિકન કંપનીઓ અને ત્યાંના શ્રમિકોને આર્થિક નુકસાન થાય છે. આથી, પોતાના સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે અમેરિકા આ વધારાની ડ્યુટી લાદવા તરફ આગળ વધી રહ્યું છે.

યાદીમાં ભારત એકલું નથી

જોકે, આ યાદીમાં માત્ર ભારત જ નથી; અમેરિકાએ તેના ઘણા મોટા વ્યાપારિક મિત્રોને પણ આ દાયરામાં લીધા છે. જેમાં ચીન, જાપાન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, સિંગાપોર, સાઉદી અરેબિયા, UAE, કતાર, ઓમાન, મલેશિયા, વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશો પણ સામેલ છે. અમેરિકાએ સંકેત આપ્યો છે કે જે દેશો જબરન શ્રમથી બનતા ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવશે, તેમને કદાચ આ વધારાના ટૅરિફમાં થોડી રાહત મળી શકે છે.

ભારત માટે આનું શું મહત્ત્વ છે?

હાલ પૂરતો આ માત્ર એક પ્રસ્તાવ છે અને તેના પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. પરંતુ જો અમેરિકા આ વધારાનો ટૅરિફ ઝીંકી દેશે, તો અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનોની કિંમત ખૂબ વધી જશે અને તે મોંઘા સાબિત થશે. ખાસ કરીને ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ જેવા સેક્ટર્સના નિકાસકારો, જેઓ મોટા પાયે અમેરિકા પર નિર્ભર છે, તેમના માટે આ ભારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે એક તરફ 99% પૂરી થઈ ગયેલી ગણાતી ટ્રેડ ડીલ આગળ વધે છે કે પછી અમેરિકાનો આ નવો ટૅરિફ વિવાદ બંને દેશોના સંબંધોમાં ખટાશ લાવે છે.