World
FATFનાં ગ્રે-લિસ્ટમાં પાકિસ્તાન જશે ? ઓપરેશન સિંદૂર અંગે ભારત સાબિતીઓ આપશે
By GS Team
30 Jun 20262 mins read
ઓક્ટોબરમાં પેરિસ ખાતે યોજાનારી FATFની બેઠકમાં ભારત પાકિસ્તાનને આતંકી સંગઠનોને મદદ કરવા બદલ ગ્રે-લિસ્ટમાં ધકેલવા મજબૂત પુરાવા રજૂ કરશે. નવી દિલ્હી વીડિયો અને અન્ય સાબિતીઓ દ્વારા પાકિસ્તાનની સેના અને જાસૂસી એજન્સીઓના આતંકીઓના જનાજામાં સામેલ થવા તેમજ આતંકી સભાઓને સંબોધિત કરવાના કૃત્યોને ઉજાગર કરશે. આનાથી પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ફટકો પડશે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઓકટોબરમાં યોજાનારી ફાયનાન્શ્યલ એકશન ટાસ્ક ફોર્સ (એફ.એ.ટી.એફ.)ની મીટિંગમાં ભારત સાબિતીઓ આપશે કે પાકિસ્તાન આતંકી સંગઠનોને સતત મદદ આપે છે
નવી દિલ્હી : આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે આંચકો લાગવાનો છે. ઓકટોબરમાં યોજાનારી ફાયનેન્શયલ એકશન ટાસ્ક ફોર્સની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે-લિસ્ટમાં ધકેલવાની ભારતે પૂરી તૈયારી કરી લીધી છે. આ બેઠકમાં નવી દિલ્હી વીડીયો તથા અન્ય મજબૂત પુરાવા રજુ કરવાનું છે. જેથી તે સાબિત થઈ જશે કે પાકિસ્તાન આતંકી સંગઠનોને સતત સમર્થન આપી રહ્યું છે.
ભારત પાસે એવા પુરાવા છે કે જે પાકિસ્તાનને બે-નકાબ કરવા માટે પૂરતા છે. તે વિડીયોમાં તેમ સ્પષ્ટ દેખાય છે કે ઓપરેશન-સિંદૂર દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાનની સેના અને જાસૂસી એજન્સીઓના કેટલાએ અધિકારીઓ સામેલ હતા.
આ સાબીતીઓ ઉપરાંત અન્ય દ્રશ્યો તે દર્શાવે છે કે આતંકી સભાઓને પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ ખુદ સંબોધન કરી રહ્યા છે. આ બધા પુરાવા ભારત પેરીસમાં ઓકટોબરમાં યોજાનારી એફએટીએફની બેઠકમાં રજૂ કરવાનું છે.
પેરિસ સ્થિત એન્ટી-મની લોન્ડરિંગ અને કાઉન્ટર-ટેરરિસ્ટ ફાયનેન્શીયલ વોચ-ડોગ એફએટીએફની તે બેઠકમાં ભારતનું વલણ ગજબનું આક્રમક રહેવાનું છે.
સાંસ્કૃતિક મંત્રાલયમાં સચિવ પદે રહેલા વિવેક અગ્રવાલને એફએટીએફના ઉપાધ્યાક્ષ પદે નિર્વાચિત કરવામાં આવ્યા છે. નવી દિલ્હીના તે સતત પ્રયત્નો રહ્યા છે કે એફએટીએફ પર દબાણ કરશે કે પોતાની ધરતી ઉપર નોન-સ્ટેટ-એકટર્સ જે સક્રિય છે, તેને પાકિસ્તાન આર્થિક સહાય પણ કરે છે. તેમજ અન્ય સહાય પણ કરે છે. તે માટે પાકિસ્તાન પાસે જવાબ માગવો જ જોઈએ.
આ સાબિતીઓના આધારે પાકિસ્તાન જો ગ્રે-લિસ્ટમાં જાય તો તેને વૈશ્વિક સંસ્થાઓ પાસેથી ફંડ કે કર્જ બંને મેળવવામાં મુશ્કેલી પડે. તાજેતરમાં પાકિસ્તાન પોતાને શાંતિ-દૂત બતાવી ટ્રમ્પ પ્રશાસન સાથે નજીકતા કેળવી રહ્યું છે. તેવામાં એક તરફ ઇરાને મંત્રણા કરવા ઇન્કાર કર્યો છે, તો બીજી તરફ તે ગ્રે-લિસ્ટમાં મુકાવા સંભવ છે. જોઈએ હવે ભારતના પ્રયત્નો શું પરિણામ લાવે છે.